Cooking Tips: તહેવારો હોય કે રજાના દિવસો ભોજનમાં નવીનતા લાવવા માટે ઘણી વખત બપોરના ભોજનમાં અથવા તો રાત્રે પુરી બનાવવામાં આવે છે. તો ઘણી વખત સવારે નાસ્તામાં પણ ગરમાગરમ પૂરી ખાવાની ઈચ્છા થાય છે. પૂરી ખાવાથી જીભને તો સ્વાદ આવે છે પરંતુ પૂરી તળતી વખતે ઘણી વખત તેમાં તેલ વધારે રહી જતું હોય છે. જેના કારણે તેનો ટેસ્ટ પણ બગડે છે અને સાથે જ સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે કારણ કે પૂરી વડે પેટમાં વધારે તેલ જાય છે. પરંતુ પૂરી તળતી વખતે તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો પૂરી એકદમ ફરસી અને તેલ વિનાની બનશે. આજે તમને જણાવીએ કે પૂરી તડતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


ફ્રીજમાં રાખેલો લોટ થઈ જતો હોય કાળો તો આ રીતે કરો તેને સ્ટોર, નહીં બદલે રંગ અને રહેશ


તમે તો નથી ખરીદ્યુંને નકલી સિંધવ મીઠું ? આ 3 રીતે ચકાશો મીઠું અસલી છે કે નકલી


ચીકણા થઈ ગયા છે રસોડામાં રાખેલા પ્લાસ્ટિકના ડબ્બા ? તો આ રીતે કરો તેને સાફ, ચમકી જશે


1. પૂરી માટેની જે કણક બાંધો તેને કઠણ બાંધવી જોઈએ. જો કણક બરાબર નહીં હોય તો તળતી વખતે પુરીમાં તેલ વધારે જાશે.


2. પૂરી માટેનો લોટ બાંધો ત્યારે તેમાં થોડું તેલ અથવા તો ઘી ઉમેરવું જોઈએ. તેનાથી પૂરી તેલ વિનાની અને ફરસી બને છે.


3. પુરી નો લોટ તૈયાર કરી લો પછી તુરંત તેનો ઉપયોગ ન કરવો. તેને 30 મિનિટ માટે ઢાંકીને રાખી મૂકો. ત્યાર પછી તમે પૂરી બનાવશો તો પૂરી એકદમ કરકરી અને તેલ વિનાની બનશે.


4. પૂરી વણતી વખતે ક્યારેય પણ સૂકા લોટનો ઉપયોગ કરવો નહીં. વણવામાં તકલીફ પડે તો થોડું તેલ લગાડવું. તેનાથી પુરીમાં તેલ ઓછું જશે અને પૂરી એકદમ ફુલેલી બનશે.


5. સૌથી મહત્વનું છે તેલનું તાપમાન. પુરી કરવી હોય તો તેલની બરાબર ગરમ થઈ જવા દેવું અને પછી ગેસને મધ્યમ આંચ પર ધીમો કરીને તેમાં પૂરી તળવી જોઈએ. વધારે ગરમ તેલમાં અથવા તો ઠંડા તેલમાં પુરી મૂકશો તો તેમાં તેલ વધારે જાશે.