Curd For Skin: દહીં સ્વાસ્થ્યની સાથે સ્કીન કેરમાં પણ ઉપયોગી વસ્તુ છે. દહીં સ્કીનને અંદરથી ક્લીન કરે છે. ગરમીના દિવસોમાં જો રોજ તમે દહીંના ફેસપેક ચહેરા પર અપ્લાય કરો છો તો ચહેરા પર નેચરલ ગ્લો વધે છે. દહીં ચહેરા પરના ડાઘને પ્રભાવી રીતે દૂર કરવામાં મદદ કરે છે. જો દહીંને અલગ અલગ રીતે ચહેરા પર લગાડવામાં આવે તો ખીલથી લઈને પીગમેન્ટેશન ની સમસ્યાથી છુટકારો મળી જાય છે. તો ચાલો તમને જણાવીએ દહીંનો ઉપયોગ સ્કીન કેરમાં કેવી રીતે કરી શકાય ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: તરબૂચને હાથમાં લઈ કહી દેશો મીઠું છે કે નહીં, ખરીદવા જાવ ત્યારે આ 5 ટીપ્સ ફોલો કરજો


ચહેરાની ડ્રાયનેસ થાય છે દુર


જો તમારી સ્કિન ડ્રાય થઈ ગઈ હોય અને સોફ્ટનેસ ન હોય તો દહીંનો ઉપયોગ રોજ કરવો જોઈએ. ચેહરા પર દહીં લગાડવા માટે બે ચમચી દહીંમાં થોડું મધ ઉમેરીને ચહેરા અને ગરદન પર 15 મિનિટ માટે લગાડો. નિયમિત આ રીતે ચહેરા પર લગાડવાથી ચહેરાની ડ્રાઇનેસ દૂર થશે અને ચહેરો સોફ્ટ દેખાશે. 


આ પણ વાંચો: વાળ ખરવાની શરુઆત થાય તો તુરંત છોડી દો આ 5 કામ, નહીં તો વાળ એટલા ખરશે કે ટકલું થઈ જશો


એજિંગ પ્રોસેસ થશે સ્લો


દહીં સ્કીન એજિંગની પ્રોસેસને સ્લો કરે છે. તેમાં લેક્ટિક એસિડ હોય છે. જે ચહેરા પર દેખાતી કરચલીઓને દૂર કરે છે. તેના માટે એક પાકેલા કેળાની પેસ્ટ બનાવી તેમાં દહીં ઉમેરીને ચહેરા તેમજ ગરદન પર લગાડો. 20 મિનિટ પછી ચહેરાને સાફ કરી લો. 


ખીલ


દહીંને ત્વચા પર લગાડવાથી ખીલ પણ મટે છે. તેના માટે દહીંને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાડો અને 10 થી 15 મિનિટ મસાજ કરો. ત્યાર પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો. 


આ પણ વાંચો: Lice Home Remedies: જૂ અને લીખથી તુરંત છુટકારો મેળવવા અપનાવો આ 5 ઘરેલુ ઉપાય


ડાર્ક સર્કલ 


ઓછી ઊંઘ થવાના કારણે આંખની નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે. આ સિવાય ખાવા પીવાની ખોટી આદતોના કારણે પણ ત્વચા ડેમેજ થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે દહીંને ચહેરા પર લગાડવું જોઈએ. તેનાથી ડાર્ક સર્કલ અને ડાર્કનેસ દૂર થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)