Beauty Tips: ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લગાવશે દ્રાક્ષનો રસ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
Beauty Tips:આજે તમને જણાવીએ કે તમે દ્રાક્ષનો ઉપયોગ કરીને તમારી સુંદરતાને કેવી રીતે વધારી શકો છો. દ્રાક્ષનો ઉપયોગ કરવાથી ત્વચા અને વાળને ખૂબ જ ફાયદા થાય છે.
Beauty Tips: દ્રાક્ષની સીઝન શરૂ થઈ ગઈ છે અને બજારમાં તમને મીઠી મધુરી દ્રાક્ષના ઢગલા જોવા મળતા હશે. આ સિઝનમાં તમે દ્રાક્ષના સ્વાદની મજા તો મળતા જ હશો પરંતુ આજે તમને જણાવીએ કે તમે દ્રાક્ષનો ઉપયોગ કરીને તમારી સુંદરતાને કેવી રીતે વધારી શકો છો. દ્રાક્ષનો ઉપયોગ કરવાથી ત્વચા અને વાળને ખૂબ જ ફાયદા થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે દ્રાક્ષના રસને સ્કીન કેર અને હેર કેર માટે કેવી રીતે યુઝ કરી શકાય.
આ પણ વાંચો
લીલી મેથીની સીઝન પુરી થાય તે પહેલા ઘરે બનાવી લો કસૂરી મેથી, આ રીતે બનાવી કરો સ્ટોર
Health Tips : ડાયાબિટીસના દર્દીએ પીવું જોઈએ પિસ્તાવાળું દૂધ, શરીરને થાય છે આ લાભ
દ્રાક્ષના રસના ફાયદા
દ્રાક્ષમાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે અને આ તત્વ ત્વચા અને વાળ માટે ખૂબ જ લાભકારી છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા ચમકે છે. દ્રાક્ષનો રસ વાળમાં પણ લગાડી શકાય છે અને તેનાથી ખોડો દૂર થાય છે. દ્રાક્ષનો રસ વાળ માટે કુદરતી કન્ડિશનર જેવું કામ કરે છે.
કેવી રીતે કરવો ત્વચા પર ઉપયોગ ?
- જો તમારી ત્વચા ઓઈલી છે તો તમે મુલતાની માટીમાં દ્રાક્ષનો રસ ઉમેરીને ત્વચા ઉપર તેને લગાડી શકો છો. તેનાથી તમારી ત્વચામાં દેખાતું એક્સ્ટ્રા ઓઇલ ઓછું થઈ જશે.
- જો તમારી ત્વચા પર કાળા ડાઘ હોય તો તેને દૂર કરવા માટે એલોવેરા જેલની સાથે દ્રાક્ષનો રસ ઉમેરીને લગાવો. તમને થોડા જ દિવસોમાં રીઝલ્ટ જોવા મળશે.
- આ સિવાય દ્રાક્ષને તમે ડાયરેક્ટ ફેસ ઉપર પણ લગાડી શકો છો. તેનાથી ત્વચાનું રિએક્શન દૂર થાય છે અને ત્વચાને ઠંડક મળે છે.
આ પણ વાંચો
વધેલી દાળમાંથી બનાવો હેલ્ધી અને ટેસ્ટી ચીલા, ફટાફટ નોંધી લો રેસિપી બહુ કામ આવશે
30 દિવસ ફોલો કરો Sugar Free Diet, કોઈપણ પ્રકારની મહેનત વિના આ 5 સમસ્યા થશે દુર
વાળમાં કેવી રીતે કરવો દ્રાક્ષના રસનો ઉપયોગ ?
- દ્રાક્ષનો રસ કાઢીને તમે તેને વાળના મૂળમાં રૂ ની મદદ થી ડાયરેક્ટ તો પણ લગાડી શકો છો. આ સિવાય તમે દહીંમાં દ્રાક્ષનો રસ ઉમેરીને વાળમાં લગાડી શકો છો.
- જો તમારા વાળ ઓઈલી હોય તો સંતરાના રસમાં દ્રાક્ષનો રસ મિક્સ કરીને તેને વાળ પર લગાડવાથી વાળમાં ચમક આવે છે. પરંતુ જો તમારા વાળ ફ્રીઝી હોય તો દ્રાક્ષના રસમાં સમાન માત્રામાં પાણી ઉમેરીને લગાડવું.
- ડીપ ક્લિનિંગ માટે ચણાના લોટમાં દ્રાક્ષનો રસ ઉમેરીને એક પેક તૈયાર કરો અને પછી તેને વાળમાં લગાડો. તેનાથી તમારા સ્કેલ્પ નું ડીપ ક્લિનિંગ થઈ જશે.