Hair care: ઉનાળાના સમયમાં જ્યારે ગરમી વધારે હોય ત્યારે વાળની સંભાળ પણ ખાસ રીતે રાખવી પડે છે. તેમાં પણ જે લોકોના વાળ ફ્રીઝી હોય તેમના માટે તો વાળ ગરમીના કારણે સમસ્યા બની જાય છે. આવી સ્થિતિમાં વિનેગર તમને કામ લાગી શકે છે. વિનેગરમાં એવા તત્વો હોય છે જે આપણી ત્વચા અને વાળ માટે ઉત્તમ સાબિત થાય છે.  વિનેગરનો ઉપયોગ કરવાથી વાળમાંથી ખોડો પણ દુર થાય છે. આ સિવાય ખરતાં વાળ અટકે છે અને ફ્રિઝી હેર પણ સ્મુથ અને શાઈની બને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ 4 દેશી ઉપાયો ઉનાળામાં વધારશે ચહેરાની સુંદરતા, ટેનિંગ થશે એકવારમાં દુર


ગરમીના કારણે વધતી Oily Skin ની સમસ્યા માટે આ ફેસપેક છે બેસ્ટ, એકવારમાં જ દેખાશે ફરક


Weight Gain: દુબળા પાતળા લોકોએ વધારવું હોય ફટાફટ વજન તો આ રીતે કેરી ખાવાનું કરો શરુ



વિનેગર સીરમ બનાવવાની સામગ્રી

1/3 કપ ઓર્ગેનિક એપલ સીડર વિનેગર 
1/4 પાણી 


સીરમ બનાવવાની રીત


એક તપેલીમાં પાણી લો અને તેને  હૂંફાળું ગરમ કરો. તેમાં 1/3 કપ ઓર્ગેનિક એપલ સીડર વિનેગર ઉમેરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. પછી તેને ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી તેને સ્પ્રે બોટલમાં ભરી લો. 
 
તમે જ્યારે પણ વાળને શેમ્પૂ કરો ત્યારબાદ વાળ પર આ પાણીનો સ્પ્રે કરવો. તેને લગભગ 3 મિનિટ માટે તમારા વાળ પર રહેવા દો. પછી ઠંડા પાણીથી વાળ ધોઈ લો. જો તમે અઠવાડિયામાં બે વાર તમારા વાળમાં આ સીરમ લગાવો તો તેનાથી વાળની ડ્રાયનેસ ઓછી થવા લાગે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)