નવી દિલ્હીઃ આપણે દરેક શરીરના તમામ ભાગોની ખુબ દેખભાળ રાખીએ છીએ તો પછી આપણા પગની કેમ નહીં. પગની સ્કીનનું ધ્યાન ન રાખવાથી તેની સુંદરતા ધટી જાય છે. સ્કીન પર મૃત કોશિકાઓ, ધૂળ અને પરસેવો વળવાના કારણે પગ ગંદા લાગવા લાગે છે. પરંતુ અમુક ફ્રૂટ સ્ક્રબની મદદથી પગની સુંદરતા પાછી લાવી શકાય છે. આજે અમે તમને એવા અમુક ફ્રૂટ સ્ક્રબ વિશે, જેનો ઉપયોગ કરવાથી તમે પગની સુંદરતાને વધારી શકો છો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંતરા અને ખાંડનું સ્ક્રબ-
તમે એક વાસણમાં અડધા નારંગીની છાલનો પાવડર અને 6 ચમચી ખાંડ મિક્સ કરો અને પાણીના થોડા ટીપા ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને પગ પર લગાવો અને 2-3 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. પછી 15 મિનિટ સુધી રહેવા દો. આ પછી પગને સામાન્ય પાણીથી ધોઈ લો. આ સ્ક્રબ દિવસમાં એકવાર અપનાવી શકાય છે.


ટામેટા અને ખાંડનું સ્ક્રબ-
ત્વચા માટે ટમેટાથી વધુ સારું કંઈ ન હોય શકે. વિટામિન-સી જે ત્વચાને સ્વસ્થ બનાવે છે. જે ટામેટામાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તમે ટમેટાના નાના ટુકડા કરી લો અને તેને બ્લેન્ડ કરો. પછી ટામેટાની પ્યુરીમાં 6 ચમચી ખાંડ ઉમેરો. આ મિશ્રણથી પગની માલિશ કરો અને 15 મિનિટ સુધી રહેવા દો. તે પછી પગને સામાન્ય પાણીથી ધોઈ લો.


સફરજન અને ઓટમીલ સ્ક્રબ-
એક સફરજનના નાના ટુકડાઓમાં કરી તેને બ્લેન્ડ કરો. આ પછી તેમાં 2 ચમચી મધ અને 6 ચમચી ઓટમીલ ઉમેરો. આ તમામને મિક્સ કરો અને પગ પર હળવા હાથે મસાજ કરો. 10 મિનિટ સુધી રહેવા દો. તે પછી પગને પાણીથી ધોઈ લો.

ઓડિશનમાં અભિનેત્રીઓની સાડી ઉતરાવી દિગ્દર્શકો પહેલાં શું ચેક કરતા? આજે પણ કપડાં કઢાવીને ક્યું ટેલેન્ટ ચેક કરાય છે?


અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?


DySP અને મહિલા કોન્સટેબલ નગ્ન થઈ સ્વિમિંગ પુલમાં માણતા હતા મજા! 2.38 મિનિટના Sex Video એ મચાવ્યો હડકંપ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube