Garlic Naan:ખાવા પીવાના શોખીન લોકોને આમ તો બધી જ વસ્તુ પસંદ આવતી હોય છે. પરંતુ કેટલીક વાનગી એવી હોય છે જેને કોઈ પણ વ્યક્તિના નથી કહી શકતી. આવી છે કેટલીક વાનગીઓ હોય છે તેને દુનિયાભરની ટોપ 10 રેસીપીસમાં જગ્યા મળે છે. તાજેતરમાં જ દુનિયાની ટોપ ટેન વાનગીઓનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભારતની ગાર્લિક નાનનો પણ સમાવેશ થાય છે. આ લિસ્ટ અનુસાર દુનિયાની 10 વાનગી જે સૌને પ્રિય છે તેમાં ભારતની ગાર્લિક નાનનો સમાવેશ થાય છે. ગાર્લિક નાન નાના-મોટા સૌ કોઈને ભાવે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે ઘરે તમે તંદુર વિના ગાર્લિક નાન કેવી રીતે બનાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: શહેનાઝ ગિલે જીમ ગયા વિના ઘટાડ્યું 12 કિલો વજન, આ છે વજન ઘટાડવાનો અસરકારક રસ્તો


ગાર્લિક નાન બનાવવાની સામગ્રી


મેંદો દોઢ કપ
ડ્રાય ઈસ્ટ અડધી ચમચી
દહીં એક ચમચી
દૂધ અડધો કપ
ખાંડ અડધી ચમચી
ઝીણું સમારેલું લસણ
હુંફાળું પાણી જરૂર અનુસાર
બટર
તેલ એક ચમચી


આ પણ વાંચો: Skin Care: ચહેરા પર પડેલી કરચલીઓને દુર કરી શકે છે બરફ, જાણો ઉપયોગ કરવાની રીત


નાન બનાવવાની રીત


સૌથી પહેલા એક બાઉલમાં ડ્રાય ઈસ્ટ, ખાંડ અને થોડું હૂંફાળું ગરમ પાણી મિક્સ કરો. આ પાણીને 15 મિનિટ રહેવા દેવું. હવે એક મોટા વાસણમાં મેંદો લેવો અને તેમાં દહીં અને તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરો. હવે ઇસ્ટના મિશ્રણને આ લોટમાં ઉમેરી સોફ્ટ લોટ બાંધી લો. હવે આ લોટને ભીના કપડાં વડે ઢાંકીને બે કલાક સુધી રાખો. બે કલાક પછી લોટને સારી રીતે મસળી તેમાંથી નાન તૈયાર કરો. નાનને વણો ત્યારે તેની ઉપર ઝીણું સમારેલું લસણ ઉમેરી દેવું.


આ પણ વાંચો: Til Ladoo Recipe: આ માપ અને રીતથી ઘરે બનાવશો તલના લાડુ તો બનશે એકદમ ક્રિસ્પી


તંદુર વિના આ રીતે બનાવવો ગાર્લિક નાન


ગેસ ઓન કરી તેના ઉપર એક કુકરને ઊલટું કરીને ગરમ કરવા મૂકી દો. કુકર જ્યારે બરાબર રીતે ગરમ થઈ જાય તો તેને સીધું કરો અને તૈયાર લોટમાંથી નાન બનાવીને કુકરની સાઇડ પર ચીપકાવી દો. આ રીતે તમારું કુકર ઘરમાં નાન બનાવવા માટે તંદુર જેવું કામ કરશે. નાનને કુકરની સાઈડ પર સારી રીતે ચીપકાવવા માટે નાનની એક સાઈડને થોડી ભીની કરી લેવી. 


આ પણ વાંચો: 2 વસ્તુના ઉપયોગથી ઘરે બનાવો સ્ક્રબ, 5 મિનિટમાં ડેડ સ્કિન થશે દુર અને ખીલી જશે ત્વચા


ગાર્લિક નાનનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી હોય છે પરંતુ જો તમારે તેને વધારે ટેસ્ટી બનાવવી હોય તો નાનનો લોટ બાંધો ત્યારે તેમાં કસૂરી મેથી ઉમેરી દેવી. સાથે જ નાન બનાવતા પહેલા તેના લોટને ઓછામાં ઓછી બે કલાક સુધી ઢાંકીને ફરમેન્ટ થવા રાખો. તેનાથી તમારી નાન સોફ્ટ બનશે.