નવી દિલ્લીઃ આજે દરેક ઘરમાં ગેસ કનેક્શન આવી ગયા છે. આ કારણે ઈંધણના ભાવમાં પણ આસમાને પહોંચી ગયા છે. ભાવમાં વધારો થતાં ગૃહણિીઓના બજેટમાં પણ મોટી અસર થઈ છે. તેનું કારણ છે ગેસનું ઝડપથી ખતમ થઈ જવું. એવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો  પડી શકે છે. પરંતુ ચિંતા ન કરો. તમે ગેસના બિનજરૂરી ઉપયોગથી પોતાના ગેસ સિલિન્ડરને બચાવી શકો છો. પહેલાના સમયમાં રસોઈના કામ માટે ચૂલાનો ઉપયોગ થતો હતો. ખાવાનું દરેક કામ ચૂલા પર જ કરવામાં આવતું હતું. પરંતુ ધીમે ધીમે સમય બદલાયો અને ચૂલો હવે ભૂતકાળ થવા લાગ્યો છે. જોકે હજુ ગામડામાં તમને ચૂલા જોવા મળી જશે. ચૂલાનું સ્થાન અત્યારે ગેસ સિલિન્ડર અને ગેસ લાઈને લઈ લીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ટિપ્સને ફોલો કરો અને ગેસનો બચાવ કરો:


1. અનેક લોકો વાસણ ધોઈને સીધું ગેસ ગ્રીલ પર મૂકી દે છે. જોકે તેનાથી બચવું જોઈએ. કેમ કે ભીનું વાસણ પહેલાં સૂકાય છે અને પછી ખોરાક ચઢે છે. જેના કારણે તમારો ગેસ બર્બાદ થઈ શકે છે.


2. ખોરાક રાંધતા પહેલાં બધી તૈયારી કરીને પછી ગેસ શરૂ કરવો જોઈએ. કેમ કે અનેક લોકો પહેલાં તવી કે તવાને ગેસ ગ્રીલ પર મૂકી દે છે અને પછી શાકભાજી કાપે છે. તેનાથી ઘણો ગેસ એકદમ વ્યર્થ જાય છે.


3. જો તમે ગેસને લાંબા સમય સુધી વાપરવા માગતા હોય તો તમારા ગેસ સિલિન્ડરમાં લીકેજની તપાસ કરો. સિલિન્ડર ધીમે ધીમે લીક થાય છે અને ગેસ ઝડપથી પૂરો થઈ જાય છે. આ ગેસ સિલિન્ડર કે પાઈપથી પણ લીક થઈ શકે છે. આથી પાઈપને દર ત્રણ મહિને બદલી નાંખવી જોઈએ.


4. ઘણા લોકો ગેસને ચાલુ રાખીને અને તેની ઉપર ખોરાકને કોઈપણ જાતના વાસણથી ઢાંક્યા વિના રાંધે છે. એટલે જો તમે ગેસ બચાવવા માગતા હોય તો તમારે પણ વાસણને ઢાંકી દેવું જોઈએ. જેનાથી તમારો ગેસ પણ બચશે અને સિલિન્ડર પણ લાંબો ચાલશે.