Instant Glow: મેકઅપ વિના 10 મિનિટમાં ચહેરાની વધી જશે સુંદરતા, અજમાવો આ 5 માંથી કોઈ એક ઉપાય
Instant Glow: આજે તમને 5 એવા કારગર ઉપાયો વિશે જણાવીએ જે મિનિટોમાં તમારા ચહેરા પર નિખાર લાવશે. તેના કારણે તમે મેકઅપ વિના પણ સુંદર અને આકર્ષક દેખાશો. આ ઉપાયો એકદમ સરળ અને સસ્તા છે. એટલે કે તમે તેને ઘરે સરળતાથી જાતે કરી શકો છો.
Instant Glow: આમ તો ક્યાંય પણ જવાનું થાય તો સરસ રીતે રેડી થઈને જ ઘરેથી નીકળવાનું હોય છે. પરંતુ ઘણીવાર અચાનક ક્યાંય જવાનું થઈ જાય તો મેકઅપ કરવાનો કે રેડી થવાનો સમય નથી હોતો. પરંતુ આ રીતે બહાર જવાનું થાય ત્યારે પણ સુંદર દેખાવું તો જરૂરી હોય જ છે. જો સમયનો અભાવ હોય અને મેકઅપ કરી શકાય તેમ ન હોય તો તમે આ નુસખા અજમાવીને ચહેરા પર 10 મિનિટમાં ગ્લો લાવી શકો છો. આ 5 માંથી કોઈ ઘરેલુ નુસખો અજમાવીને પણ તમે ચહેરા પર ફ્રેશનેસ લાવી શકો છો.
આ પણ વાંચો: ચહેરા પર મોંઘી ક્રીમને બદલે આ 5 સસ્તી વસ્તુનો ઉપયોગ કરો, રાતોરાત ત્વચા પર દેખાશે ચમક
આજે તમને 5 એવા કારગર ઉપાયો વિશે જણાવીએ જે મિનિટોમાં તમારા ચહેરા પર નિખાર લાવશે. તેના કારણે તમે મેકઅપ વિના પણ સુંદર અને આકર્ષક દેખાશો. આ ઉપાયો એકદમ સરળ અને સસ્તા છે. એટલે કે તમે તેને ઘરે સરળતાથી જાતે કરી શકો છો.
ઠંડું પાણી
મેકઅપ વિના ચહેરાની રંગત નિખારવી હોય તો ઠંડા પાણીથી ચહેરો ધોવો જોઈએ. ઠંડા પાણીથી ચહેરો ધોશો તો બ્લડ સર્કુલેશન સુધરશે અને ચહેરા પર ફ્રેશનેસ દેખાવા લાગશે.
આ પણ વાંચો: આ છે ભારતના સૌથી ઠંડા શહેર, દેશમાં કાળઝાળ ગરમી હોય પણ અહીંયા ધ્રુજાવી દેતી ઠંડી પડે
ફેસ મસાજ
જો અચાનક ક્યાંય જવાનું થાય અને ચહેરા પર થાક દેખાતો હોય તો ચહેરા પર નિખાર અને ફ્રેશનેસ લાવવા માટે આ કામ કરો. સૌથી પહેલા બંને હાથની હથેળીને એકબીજા સાથે ઘસી ગરમ કરો. પછી ચહેરા પર હળવા હાથે મસાજ કરો. 5 મિનિટ મસાજ કરી ચહેરો ધોઈ લો.
બરફ લગાવો
ચહેરા પર નિખાર લાવવા માટે બરફનો ઉપયોગ પણ કરી શકાય છે. તેનાથી ત્વચા પર તુરંત ચમક આવે છે. તમે બરફને રુમાલમાં બાંધી અને ચહેરા પર મસાજ કરી શકો છો અથવા તો હાથને ઠંડા પાણીમાં પલાળી હાથે જ ચહેરા પર મસાજ કરો.
આ પણ વાંચો: સફેદ વાળને કાળા કરવા તેલ, હળદર અને લીમડાના પાનનો કરો ઉપયોગ, સૌથી બેસ્ટ રીઝલ્ટ મળશે
ગુલાબ જળ
ગુલાબજળ ત્વચાને ટોન કરે છે અને હાઈડ્રેટ રાખે છે. ગરમીના દિવસોમાં આ બેસ્ટ હોમ રેમેડી છે. તમે રુ વડે ચહેરા પર ગુલાબજળ લગાવી શકો છો અને ગુલાબજળનો સ્પ્રે પણ ચહેરા પર અપ્લાય કરી શકો છો.
લિપ બામ
ચહેરાની સુંદરતા લિપ બામથી પણ વધી શકે છે. ડ્રાય અને બેજાન હોઠ ચહેરાની સુંદરતાને ફિકી દેખાડે છે. તેથી સાથે હંમેશા લિપ બામ રાખો. તેનાથી હોઠ મુલાયમ અને ચમકદાર થઈ જાશે અને ચહેરો ફ્રેશ દેખાશે.
આ પણ વાંચો: ખરતાં વાળના કારણે માથાના હાલ છે આવા ? તો બાયોટિનથી ભરપુર આ વસ્તુઓ ખાવાનું કરો શરુ
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)