ટુંકા વાળને ઝડપથી લાંબા કરવા હોય તો આ 4 રીતે કરો દહીંનો ઉપયોગ
Curd Benefit For Hair Growth: જો તમારા વાળ ટૂંકા હોય અને તમારી ઈચ્છા હોય કે કમર સુધી લાંબા વાળ ઝડપથી થાય તો તમે દહીંનો આ રીતે ઉપયોગ કરી શકો છો. દહીંને કેટલીક વસ્તુ સાથે ઉમેરી ઉપયોગમાં લેવાથી વાળ ઝડપથી લાંબા પણ થઈ શકે છે.
Curd Benefit For Hair Growth: વાળની સંભાળ રાખવા માટે દહીંનો ઉપયોગ કરવામાં આવે છે. દહીંનો ઉપયોગ કરવાથી ડ્રાય અને ડલ વાળ શાઈની બને છે. વાળમાં ખોડાની સમસ્યા હોય તો પણ તમે દહીંનો ઉપયોગ કરી શકો છો. પરંતુ કદાચ તમે એ વાત જાણતા નહીં હોય કે દહીંને કેટલીક વસ્તુ સાથે ઉમેરી ઉપયોગમાં લેવાથી વાળ ઝડપથી લાંબા પણ થઈ શકે છે. જો તમારા વાળ ટૂંકા હોય અને તમારી ઈચ્છા હોય કે કમર સુધી લાંબા વાળ ઝડપથી થાય તો તમે દહીંનો આ રીતે ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચો:
Skin Care: 40 ની ઉંમરે પણ સ્કીન રાખવી હોય 25 જેવી તો ખાવાનું શરુ કરો આ વસ્તુઓ
ચોખાના પાણીથી વધારો Hair Growth, જાણો ઝડપથી ફાયદો મેળવવા માટે કેવી રીત કરવો ઉપયોગ
Skin Care: એક પણ રુપિયાનો ખર્ચ કર્યા વિના મેળવો ખીલ અને ડલ સ્કીનથી મુક્તિ
લાંબા વાળ માટે દહીંના હેર માસ્ક
લીંબુ અને દહીં
એક વાટકીમાં દહીં લેવું અને તેમાં બે મોટી ચમચી લીંબુનો રસ મિક્સ કરો. હવે તેમાં ત્રણથી ચાર ટીપા નાળિયેરના તેલના ઉમેરી તેને બરાબર મિક્સ કરો અને વાળમાં લગાડો. 20 મિનિટ પછી વાળને ધોઈ લેવા.
ઈંડા અને દહીં
એક વાટકીમાં દહીં લેવું અને તેમાં એક ઈંડું મિક્સ કરી બરાબર ફેટી લેવું. હવે તેને 20 મિનિટ માટે વાળમાં લગાડી રાખો. આ માસ્ક નો ઉપયોગ કરવાથી વાળ હેલ્થી બને છે અને ઝડપથી લાંબા થાય છે
કેળા અને દહીં
એક નાની વાટકીમાં દહીં લેવું અને તેમાં પાકેલું કેળું ઉમેરી બરાબર પેસ્ટ તૈયાર કરો. તેમાં થોડું ઓલિવ ઓઇલ મિક્સ કરીને તેને માથામાં લગાવો. 20 મિનિટ સુધી આ હેર માસ્ક ને રહેવા દો અને પછી વાળને ધોઈ લેવા.
મધ અને દહીં
દહીંમાં એક ચમચી મધ ઉમેરીને તેને વાળના મૂળમાં 10 મિનિટ માટે લગાવી રાખો. ત્યાર પછી વાળને શેમ્પુ કરવાથી ખરતા વાળ ની સમસ્યા દૂર થાય છે અને વાળ ઝડપથી વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)