ખીલથી ઝટપટ મુક્તિ મેળવવી હોય તો ચહેરા પર લગાવો દૂધનો બરફ, જાણો તેનાથી થતા લાભ વિશે
How To Make Milk Ice Cubes: આજ સુધી તમે ચહેરા પર બરફ લગાડવાના લાભ વિશે સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય દૂધના બરફનો ઉપયોગ કર્યો છે ? દૂધથી બનેલા બરફનો ઉપયોગ ત્વચા પર કરવાથી જબરદસ્ત ફાયદા થાય છે.
How To Make Milk Ice Cubes: ચેહરાની સુંદરતા વધારવા માટે લોકો લોશન, ક્રીમ, સીરમ જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે. પરંતુ તેમ છતાં તેનાથી કોઈ ખાસ ફરક જોવા મળતો નથી. પરંતુ આજે તમને એક એવી વસ્તુ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરશો તો ચોક્કસથી તમને ચહેરા પર ફરક જોવા મળશે. આજ સુધી તમે ચહેરા પર બરફ લગાડવાના લાભ વિશે સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય દૂધના બરફનો ઉપયોગ કર્યો છે ? દૂધથી બનેલા બરફનો ઉપયોગ ત્વચા પર કરવાથી જબરદસ્ત ફાયદા થાય છે. તો ચાલો તમને જણાવીએ કે ચહેરા ઉપર દૂધનો બરફ લગાડવાથી કેટલા લાભ થાય છે.
આ પણ વાંચો:
તડકાના કારણે કાળા થઈ ગયા છે હાથ ? તો અજમાવો આ નુસખા, એકવારમાં જ દેખાશે ફરક
ચહેરા પર આ રીતે કરો બીટનો ઉપયોગ, 7 દિવસમાં દુર થઈ જશે ત્વચા પર પડેલી કરચલીઓ
વાળ માટે અમૃત સમાન સાબિત થાય છે બટેટાની છાલ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
- દૂધથી બનેલો બરફ ચહેરા પર લગાડવાથી સ્કીન મોસ્ચરાઇઝ થાય છે. તેનાથી ત્વચામાં તાજગી આવે છે. આ બરફથી ચહેરા પર મસાજ કરશો તો ત્વચાની ઘણી બધી સમસ્યાથી મુક્તિ મળે છે.
- જે લોકોની ત્વચા ડલ થઈ ગઈ હોય અને નિસ્તેજ લાગતી હોય તેમણે ચહેરા પર દૂધનો બરફ લગાડવો જોઈએ. તેનાથી ત્વચા ચમકદાર બને છે. દૂધ બરફ બને પછી તેમાં પ્રોટીન અને વિટામિન જળવાયેલા રહે છે જે ત્વચાને હેલ્થી બનાવે છે.
- ચહેરા પર અને ખાસ કરીને આંખની નીચે દૂધનો બરફ લગાડવાથી ડાર્ક સર્કલની સમસ્યા દૂર થાય છે. ચેહરા પર આ બરફ લગાડવાથી ખીલની સમસ્યા દૂર થાય છે. જો તમે પણ ખીલથી પરેશાન થયા હોય તો દૂધનો બરફ ચહેરા પર લગાડવો.
- ઘણા લોકોને સવારે જાગ્યા પછી આંખની નીચે સોજો જણાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે રોજ દૂધનો બરફ ચહેરા પર અને આંખ નીચે લગાડો. આમ કરવાથી આંખ નીચે આવેલો સોજો દૂર થાય છે.