Skin Care: સુંદર દેખાવા માટે મહિલાઓ મોંઘા બ્યુટી પ્રોડક્ટના ઉપયોગથી લઈને મોંઘી ટ્રીટમેન્ટ પણ કરાવે છે. પરંતુ તેમ છતાં થોડા સમય પછી સ્કીન ડલ થઈ જાય છે અને ચહેરા પર રોનક દેખાતી નથી. ત્વચાની સુંદરતા પર આપણી લાઈફ સ્ટાઈલ અને આહાર પણ અસર કરે છે. સાથે જ વાતાવરણમાં થતા ફેરફાર પણ ત્વચાને અસર કરે છે. આવી સ્થિતિમાં ત્વચાને સુંદર અને દમકતી રાખવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કામ આવે છે. આ ઘરગથ્થુ ઉપચારની મદદથી ત્વચાની સંભાળ લેવાથી ગરમીના કારણે થતી ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


White Hair: સફેદ વાળને કાળા કરીને જ છોડે છે આ બીજની પેસ્ટ, બે રીતે કરી શકો છો ઉપયોગ


આ ટીપ્સ ફોલો કરશો તો મહેંદીનો રંગ આવશે એકદમ ઘાટો, જોનાર પણ પુછશે સીક્રેટ


Hair Growth: વાળને ઝડપથી કરવા હોય લાંબા તો લગાવો ભૃંગરાજ, જાણો ઉપયોગ કરવાની સાચી રીત


નાળિયેર તેલ


નાળિયેરનું તેલ ત્વચા માટે ફાયદાકારક હોય છે. નાળિયેર તેલમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે જે ત્વચા માટે વરદાન સમાન છે. તમે નાળિયેર તેલ યુક્ત કેપ્સુલ નો ઉપયોગ ત્વચા પર કરી શકો છો.


એલોવેરા


ઉનાળામાં ત્વચાની સંભાળ રાખવા માટે એલોવેરા જેલનો ઉપયોગ પણ કરી શકાય છે. તેનાથી ત્વચા પર ખીલ થતા નથી. તેના માટે એક ચમચી એલોવેરા જેલમાં ગુલાબજળ અથવા તો મધ મિક્સ કરીને ચહેરા પર લગાડો. 15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો 


હળદર અને ચંદન


હળદર અને ચંદન સ્કીન માટે ફાયદાકારક છે. તેનાથી ત્વચા ગ્લોઇંગ બને છે. તેના માટે પાણીમાં ચંદન પાવડર અને હળદર ઉમેરીને ફેસપેક તૈયાર કરી ચહેરા અને ગળા પર લગાડવો. 10 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)