Beauty Tips: ચંદન અને હળદર પ્રાકૃતિક તત્વો છે. આ બંને વસ્તુઓ ત્વચાની સંભાળ માટે ઉપયોગમાં લઈ શકાય છે. વૈદિક સમયથી ચંદન અને હળદરનો ઉપયોગ સ્કીન કેરમાં કરવામાં આવે છે. બંનેમાં એવા ગુણ હોય છે જે ત્વચાની સમસ્યાઓને દૂર કરે છે અને તેને સ્વસ્થ બનાવે છે. આ બંને સામગ્રીને મિક્સ કરીને ત્વચા પર લગાડવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓ પણ દૂર થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાઓ અને પુરુષો બંને ચંદન અને હળદરનો ઉપયોગ ત્વચા પર કરી શકે છે. અઠવાડિયામાં એક વખત પણ જો હળદર અને ચંદનનો લેપ ચહેરા પર લગાડવામાં આવે તો ચહેરા પર નિખાર આવે છે અને સુંદરતા વધે છે. આજે તમને જણાવીએ હળદર અને ચંદનનો લેપ કેવી રીતે બનાવવો અને તેનાથી ત્વચાને કેટલા ફાયદા થાય છે. 


ચંદન અને હળદરથી ત્વચાને થતા ફાયદા 


આ પણ વાંચો: 7 દિવસમાં ઘટવા લાગશે શરીરની ચરબી, જાણી લો સવારથી રાત સુધીમાં ક્યારે શું ખાવું ?


- ચંદન ત્વચાના સોજા અને બળતરાને ઘટાડે છે. હળદર એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણ ધરાવે છે. તેનાથી ત્વચાના ખીલ મટે છે. હળદર અને ચંદનનો લેપ ત્વચાને સાફ કરે છે. 


- ચંદન અને હળદરનો લેપ ત્વચાની રંગત નિખારે છે અને તેની પ્રાકૃતિક ચમક વધારે છે. હળદર ત્વચાના ડાઘ-ધબ્બાને ઓછા કરે છે. તેનાથી ત્વચા પર રોનક આવે છે. 


આ પણ વાંચો: વરસાદી વાતાવરણમાં નહીં સતાવે વાળની સમસ્યાઓ, આ 3 ઘરેલુ વસ્તુઓથી વાળને બનાવો સુંદર


- ચંદનમાં એન્ટિ ઓક્સીડન્ટ હોય છે જે ફ્રી રેડિકલ્સને નિષ્ક્રિય બનાવે છે અને ત્વચાની ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરે છે. હળદરમાં જે કર્કયુમીન નામનું તત્વ હોય છે તે કોલેજનનું ઉત્પાદન વધારે છે જેના કારણે ત્વચા યુવાન અને લચીલી બને છે. 


- ચંદન અને હળદરનો લેપ ત્વચાના ડાર્ક સ્પોટને દુર કરે છે. હળદરમાં પ્રાકૃતિક બ્લીચીંગ ગુણ હોય છે જે ત્વચાને સાફ કરે છે અને ત્વચા ખીલેલી દેખાય છે. 


હળદર અને ચંદનનો લેપ કેવી રીતે બનાવવો ? 


આ પણ વાંચો: ચોમાસામાં વધી જતી પાંખવાળી જીવાત નહીં ઘુસે તમારા ઘરમાં, ટ્રાય કરો આમાંથી કોઈ 1 ઉપાય


હળદર અને ચંદનનો લેપ બનાવવો હોય તો એક બાઉલમાં એક ચમચી ચંદન પાઉડર અને અડધી ચમચી હળદર પાઉડર મિક્સ કરો. તેમાં જરૂર અનુસાર દૂધ અથવા તો ગુલાબજળ ઉમેરીને લેપ બનાવો. હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાડી 20 મિનિટ સુકાવા દો. 20 મિનિટ પછી હુંફાળા પાણીથી ચહેરાને સાફ કરી લો. લેપ લગાવ્યા પછી ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાડો.



(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)