Turmeric and Curd Benefits: હળદર અને દહીં ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. હળદર એન્ટિસેપ્ટિક, એન્ટી બેકટેરિયલ અને એન્ટી એજીંગ ગુણ ધરાવે છે. તો બીજી તરફ હળદર કેલ્શિયમ, વિટામીન બી, લેક્ટિક એસિડ અને ઝીંક જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ બંને વસ્તુનું કોમ્બીનેશન ત્વચાની ઘણી બધી સમસ્યાઓને એક રાતમાં જ દૂર કરી શકે છે. આ બંને વસ્તુનો યોગ્ય રીતે ઉપયોગ કરો તો ચહેરા પર પાર્લર ગયા વિના જ ગ્લો આવી જશે. તો ચાલો તમને જણાવીએ ત્વચાની સમસ્યાઓને દૂર કરવા માટે હળદર અને દહીંનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્લોઈંગ સ્કીન માટે


આ પણ વાંચો:


15 દિવસમાં વજન ઘટાડવું છે ? તો રોજ કરો આ નાસ્તો, 1 મહિનામાં તો સ્લીમ થઈ જશો...


યાદ રાખજો... Weight Loss કરતી વખતે આ ભુલો કરશો તો 100 ગ્રામ વજન પણ ઓછું નહીં થાય


રાત્રે દહીં જમાવતા ભુલી જાવ તો આ ટ્રીક અજમાવી 15 મિનિટમાં જમાવી શકો છો દહીં


જો તમારી ત્વચા પર ડલનેસ વધી ગઈ હોય અને તમે ત્વચા પર ગ્લો લાવવા ઈચ્છો છો તો 2 ચમચી દહીંમાં એક ચપટી હળદર થોડો ચણાનો લોટ અને ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર 10 મિનિટ સુધી રાખો અને પછી ઠંડા પાણીથી ચહેરો જોઈ લો.


એજિંગ પ્રોબ્લેમ


ઉંમર વધવાની સાથે ચહેરા પર પણ વધતી ઉંમરની અસર દેખાવા લાગે છે. જો તમારે તમારા ચહેરા પર વધતી ઉંમરની અસરને દેખાવા દેવી ન હોય તો એક ચમચી દહીંમાં, એક ચપટી હળદર, એક ચમચી એલોવેરા જેલ અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાડો અને 15 મિનિટ પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો. આ પેકનો અઠવાડિયામાં બે વખત ઉપયોગ કરશો એટલે ત્વચા પર કરચલીઓ દેખાતી બંધ થશે. 


ઓઇલી સ્કિન માટે


જે લોકોને ઓઇલી સ્કિનની સમસ્યા હોય તેમના માટે પણ દહીં અને હળદર ખૂબ જ ફાયદાકારક છે. તેના માટે દહીંમાં હળદર અને ઈંડાનો સફેદ ભાગ ઉમેરી પેસ્ટ તૈયાર કરી ચહેરા પર 10 મિનિટ સુધી લગાડો. દસ મિનિટ પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો. 


ડાઘ દૂર કરવા


જો તમારા ચહેરા પર ખીલ કે ટેનિંગના લીધે ડાઘ થઈ ગયા છે તો દહીંમાં હળદર અને ગુલાબજળ તેમજ ચંદન પાવડર મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ગરદન અને ચહેરા પર બરાબર લગાડો અને પછી તે સુકાય એટલે ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. નિયમિત આ ફેસપેક નો ઉપયોગ કરશો એટલે ચહેરો બે દાગ થઈ જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)