Get Rid Of Kankhajura: ચોમાસામાં કેટલાક જીવજંતુઓ વધારે પ્રમાણમાં દેખાવા લાગે છે. જેમાંથી એક કાનખજુરો પણ છે. કાનખજુરો ચોમાસા દરમિયાન વધારે પ્રમાણમાં નીકળે છે. સૌથી વધારે તો બાથરૂમ અને સીંકમાંથી કાનખજૂરા નીકળતા હોય છે. કાનખજુરોને જોઈને ચિતરી ચઢી જાય છે. તેને પકડવો પણ મુશ્કેલ હોય છે. કાનખજૂરો કરડી જાય તો તકલીફ પણ વધારે થાય છે. જો તમારા ઘરમાં પણ વારંવાર કાનખજુરો નીકળતા હોય તો તમે કેટલીક સરળ ટિપ્સ અપનાવીને તેનાથી મિનિટોમાં છુટકારો મેળવી શકો છો. આ ટિપ્સ ફોલો કરશો તો તમારા ઘરમાંથી કંઈ પણ કર્યા વિના પણ કાનખજુરો દૂર થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાથરૂમ સાફ રાખો 


આ પણ વાંચો: Thick Malai: આ ટીપ્સ ફોલો કરશો તો રોજ દૂધ પર જામશે જાડી મલાઈ, ઘી પણ થાશે વધારે


કાનખજુરો સૌથી વધારે બાથરુમની ગટર અને સીંકમાંથી નીકળે છે. ખાસ તો કાનખજૂરો વારંવાર ત્યારે જ નીકળે છે જ્યારે સફાઈનો અભાવ હોય. બાથરૂમનો ઉપયોગ કર્યા પછી તેને સારી રીતે સાફ કરી, કોરું કરી લેવું જોઈએ. બાથરૂમ સાફ હશે તો કાન ખજુરો નીકળશે નહીં. 


કાનખજૂરાને ભગાડવાના ઉપાય 


આ પણ વાંચો: 50 વર્ષ પછી પણ નીતા અંબાણીની જેમ સુંદર દેખાવું હોય તો રાત્રે પીવા લાગો આ ખાસ ડ્રિંક


1. જો બાથરૂમની ગટરમાંથી વારંવાર કાનખજુરા નીકળતા હોય તો તેના પર જાળી ફીટ કરી દો અને માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ સ્પ્રેનો છંટકાવ થોડા દિવસ સુધી કરો. 


2. એક સ્પ્રે બોટલમાં પાણી ભરીને તેમાં રિફાઇન્ડ ઓઈલ મિક્સ કરી બાથરૂમના ખૂણામાં અથવા તો જ્યાં કાનખજુરા વધારે નીકળતા હોય ત્યાં નિયમિત છાંટવાનું રાખો. 


આ પણ વાંચો: સ્કીન કેરમાં વધ્યો આ કોરિયન પથ્થર યુઝ કરવાનો ટ્રેંડ, જાણો આ પથ્થરથી થતા લાભ વિશે


3. ચૂનામાં પાણી મિક્સ કરીને જાડી પેસ્ટ તૈયાર કરો. જે તિરાડમાંથી કાનખજૂરા નીકળતા હોય તે તિરાડમાં આ પેસ્ટ લગાડી દો. જો બાથરૂમમાં પણ તિરાડો હોય તો ત્યાં આ પેસ્ટ લગાડી દેશો તો કાનખજૂરા ભાગી જશે. 


4. બાથરૂમમાંથી કાનખજૂરા વધારે નીકળતા હોય તો રાત્રે વિનેગર અને ડેટોલ મિક્સ કરીને બાથરૂમમાં છાંટી દો. 


આ પણ વાંચો: Monsoon Insects: સાંજ પડે ને ઘરમાં ઘુસી જાય છે પાંખવાળી જીવાત ? ફોલો કરો આ ટીપ્સ


5. જો તમે થોડા દિવસ સુધી આ ટિપ્સને ફોલો કરશો તો બાથરૂમમાંથી કે ઘરમાં કોઈપણ જગ્યાએથી કાનખજૂરા નીકળવાનું બંધ કરી દેશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)