How To Get Rid Of Rats: ઘરમાં જો એક ઉંદર પણ ઘૂસી જાય તો તબાહી મચાવી દે છે. ઘરમાં કપડાં, પુસ્તક, સહિતની વસ્તુઓને ઉંદર કોતરી ખાય છે. એટલું જ નહીં રાતના સમયે ઉંદર રસોડામાં પણ પહોંચી જાય છે અને ખાવા પીવાની વસ્તુઓ પર પણ દાંત ભરાવે છે. આવી વસ્તુઓ ઉપયોગ ભૂલથી પણ ખાવા પીવામાં થઈ જાય તો ગંભીર બીમારી થઈ શકે છે. ઘરમાંથી ઉંદરને બહાર કાઢવા સૌથી મુશ્કેલ કામ લાગે છે કારણ કે તેને બહાર કાઢવા પણ જરૂરી છે અને તેને મારવાનું પણ લોકો ટાળતા હોય છે. ત્યારે આજે તમને પાંચ એવા સરળ ઉપાય જણાવીએ છીએ ને અપનાવવાથી તમારા ઘરમાંથી ઉંદર દૂર ભાગી જશે અને તેને મારવાની જરૂર પણ નહીં પડે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્યા વિના ઉંદરને ભગાડો ઘરમાંથી બહાર


આ પણ વાંચો:


તવા પર ચોંટી જતો હોય ઢોસો તો આ ટ્રીક કરો ફોલો, 5 મિનિટમાં ઉતરવા લાગશે ક્રિપ્સી ઢોસા


એકમાત્ર એવું મંદિર જેનો નથી પડતો પડછાયો, આજ સુધી કોઈ ઉકેલી નથી શક્યું રહસ્ય


માથાના વાળ હેર બ્રશ અને જમીન પર વધારે જોવા મળે છે? તો આ 2 દેશી ઉપાય છે તમારા માટે


1. નેપ્થલિનની ગોળીઓ
સફેદ રંગની નેપ્થલિનની ગોળીનો ઉપયોગ કબાટ સહિતની જગ્યાને જંતુમુક્ત રાખવા કરવામાં આવે છે. પરંતુ આ  ગોળીઓ ઉંદરને પણ ઘરથી દુર રાખે છે. ઉંદરને ભગાડવા માટે ઘરના ખૂણેખૂણામાં આ ગોળી રાખી દો.


2. લવિંગ
લવિંગની સુગંધથી ઉંદર સહિત નાના જીવજંતુઓ અને કરોળિયા પણ દૂર જાય છે. તેના માટે લવિંગને સુતરાઉ કપડામાં બાંધીને તે બધી જ જગ્યાએ રાખો જ્યાં ઉંદરો વારંવાર દેખાતો હોય.


3. લસણનું પાણી
ઉંદરને ભગાડવા માટે લસણનું પાણી બેસ્ટ છે. લસણની ગંધથી ઉંદર પુંછડી ઊંચી કરીને ભાગી જાય છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં લસણની પેસ્ટ મિક્સ કરો અને તેની નાની વાટકીમાં કાઢી એ જગ્યાઓએ રાખો જ્યાં ઉંદરો આવતા હોય.


4. ડુંગળી
ડુંગળીમાં પણ તીવ્ર ગંધ હોય છે જે ઉંદરોને સહન કરી શકતા નથી. જો ઉંદરનો ત્રાસ વધી ગયો હોય તો ઘરના ખૂણાઓમાં ડુંગળીના ટુકડા મુકો અથવા અથવા ડુંગળીનો રસ કાઢી તેને છાંટો. 


5. લાલ મરચું પાવડર
ઉંદર લાલ મરચાંની તીવ્ર ગંધ સહન કરી શકતા નથી. તેથી લાલ મરચાંનો પાવડર એવી જગ્યાએ છાંટી દેવો જ્યાં ઉંદર આવ જા કરતા હોય. એકવાર આવ્યા પછી બીજીવાર ઉંદર ફરકશે નહીં.
 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)