Insects: ચોખામાં ધનેડા પડી જાય તો આ પીળી વસ્તુ રાખી દો ડબ્બામાં, જીવાત તુરંત બહાર નીકળી જાશે
Get Rid of Grain Bugs: સંભાળ રાખ્યા છતાં પણ જો ચોખા કે દાળમાં ધનેડા પડી જાય તો તેને એક વસ્તુની મદદથી સાફ કરી શકાય છે. આજે તમને એક એવા ઘરેલુ નુસખા વિશે જણાવીએ જે તમારી આ સમસ્યાને ફટાફટ દૂર કરી દેશે. સ્ટોર કરેલા કોઈપણ અનાજમાં જો ધનેડા કે જીવાત થઈ જાય તો તેને સાફ કરતા પહેલા તેની અંદર એક વસ્તુ મૂકી દેવી. આ વસ્તુ અનાજમાં મૂકશો એટલે જીવાત જાતે જ બહાર નીકળવા લાગશે.
Get Rid of Grain Bugs: ચોખા દાળ ઘઉં અને અલગ અલગ પ્રકારના લોટ દરેક ઘરના રસોડામાં રોજ વપરાતા હોય છે. આ વસ્તુઓ એવી છે જેને એક સાથે લઈને સ્ટોર કરવામાં આવે છે. ખાસ કરીને દરેક ઘરમાં ચોખા વધારે માત્રામાં સ્ટોર કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે વાતાવરણમાં થયેલા ફેરફારના કારણે સ્ટોર કરેલા ચોખામાં ધનેડા પડી જાય. ચોખા દાળ સહિતની વસ્તુઓ ઘણી વખત આખા વર્ષ માટે સ્ટોર કરેલી હોય છે તેથી આટલી માત્રામાં અનાજ ફેકવું પણ પોસાય નહીં. તેથી જ તેને સાફ કરીને ફરીથી સ્ટોર કરવાનો એકમાત્ર વિકલ્પ હોય છે. અનાજમાં જો જીવાત પડી ગઈ હોય તો તેને સાથ સારી રીતે કરવી પડે છે.
આ પણ વાંચો: Blackheads: માત્ર 5 મિનિટમાં નાક પરના બ્લેકહેડ્સ થઈ જશે ગાયબ, અપનાવો આ ઘરેલુ ઉપાય
અનાજને સ્ટોર કરવામાં જો બેદરકારી રહી જાય તો તેમાં વારંવાર ધનેડા સહિતની જીવાત પડતી રહે છે. તેથી અનાજને સ્ટોર કરતી વખતે ખાસ તકેદારી રાખવી. સંભાળ રાખ્યા છતાં પણ જો ચોખા કે દાળમાં ધનેડા પડી જાય તો તેને એક વસ્તુની મદદથી સાફ કરી શકાય છે. આજે તમને એક એવા ઘરેલુ નુસખા વિશે જણાવીએ જે તમારી આ સમસ્યાને ફટાફટ દૂર કરી દેશે. સ્ટોર કરેલા કોઈપણ અનાજમાં જો ધનેડા કે જીવાત થઈ જાય તો તેને સાફ કરતા પહેલા તેની અંદર એક વસ્તુ મૂકી દેવી. આ વસ્તુ અનાજમાં મૂકશો એટલે જીવાત જાતે જ બહાર નીકળવા લાગશે પછી તમે અનાજને સારી રીતે સાફ કરી ફરીથી સ્ટોર કરી શકો છો.
આ પણ વાંચો: Weight Loss: આ 4 વસ્તુઓ રોજ ખાવાનું શરૂ કરો, બહાર લટકતું પેટ ઝડપથી અંદર જશે
ચોખામાં પડેલા ધનેડા દૂર કરવાની રીત
જો ચોખા સહિતના અનાજમાં ધનેડા પડી ગયા હોય તો રસોડામાં રહેલી હિંગ મદદરૂપ થશે. હિંગ પણ દરેક ઘરના રસોડામાં હોય જ છે. રોજની રસોઈમાં વપરાતી હિંગ ધનેડાની સમસ્યાને ઝડપથી દૂર કરે છે. જો ચોખામાં ધનેડા થઈ ગયા હોય તો ચોખાના ડબ્બામાં હિંગનો ટુકડો અથવા તો હિંગનો પાવડર રાખી દેવો. હિંગની તીવ્ર સુગંધથી ધનેડા જાતે જ ડબામાંથી બહાર નીકળવા લાગશે. થોડી જ મિનિટોમાં બધી જ જીવાત બહાર નીકળી જશે. ત્યાર પછી તમે ચોખા કે અન્ય અનાજને સારી રીતે સાફ કરીને ફરીથી સ્ટોર કરી શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)