Facial Hair: દરેક વ્યક્તિને ચહેરા પર વાળ હોય તે સામાન્ય વાત છે. પરંતુ મહિલાઓ માટે વારંવાર ચહેરા પર વાળ દેખાવા મુસીબત બની જાય છે. ખાસ કરીને હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે મહિલાઓને અપર લિપ્સ પર હેર ગ્રોથ વધી જાય છે. આ વાળને હટાવવા માટે વારંવાર પાર્લર જવું પડે છે. પરંતુ તમે કેટલાક ઘરેલુ ઉપાય કરીને પણ આ વાળને સરળતાથી હટાવી શકો છો. આજે તમને અપર લિપ્સના વાળ હટાવવાના ઘરેલુ નુસખા જણાવીએ. આ નુસખા અજમાવશો પછી તમારે પાર્લર સુધી જવાની ચિંતા દૂર થઈ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અપર લિપ્સના વાળ દૂર કરવાના ઘરેલુ ઉપાય


આ પણ વાંચો:


15 દિવસમાં વધી જશે વાળની લંબાઈ, આ રીતે કરો અળસીના પાવડરના હેર માસ્કનો ઉપયોગ


સૂતા પહેલા ચહેરા પર નાળિયેર તેલમાં મિક્સ કરી લગાવો આ વસ્તુ, દુર થશે ડાઘ-ધબ્બા


સ્ટીલના વાસણમાં આ વસ્તુઓ પકાવવી સ્વાસ્થ્ય માટે હાનિકારક, ખરાબ થઈ જાય છે તબિયત


દૂધ અને ચણાનો લોટ


એક ચમચી ચણાના લોટમાં જરૂર અનુસાર દૂધ ઉમેરી પેસ્ટ બનાવો. તેને અપર લિપ્સના વાળ પર લગાડો અને સુકાવા દો. લોટ જ્યારે સુકાઈ જાય તો હળવા હાથે સ્ક્રબ કરીને તેને દૂર કરો. પેસ્ટની સાથે વાળ પણ નીકળી જશે.


લીંબુ અને ખાંડ


અપર લિપ્સના વાળને દૂર કરવા માટે લીંબુ અને ખાંડનું પાણી તૈયાર કરો. તેને ચહેરા પર લગાડો અને સુકાવા દો. લીંબુ અને ખાંડનું મિશ્રણ સુકાઈ જાય પછી તેને સ્ક્રબ કરીને દૂર કરો. તેનાથી અપર લિપ્સના વાળ પણ દૂર થઈ જશે.


હળદર અને દૂધ


વાળને નેચરલી દૂર કરવા હોય તો દૂધમાં હળદર ઉમેરીને તેને હોઠની ઉપરના ભાગ પર લગાડો. આ મિશ્રણ સુકાઈ જાય પછી આંગળીની મદદથી તેને સ્ક્રબ કરીને દૂર કરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)