Punjabi Dal Tadka Recipe: ઢાબા પર, રેસ્ટોરન્ટમાં, ઘરે પર લંચ અથવા ડિનરમાં જ્યારે કંઈપણ ખાવાની વાત આવે તો સૌથી પહેલા દાળ તડકાનો ખ્યાલ આવે છે. દરેક ઘરમાં બધા પોતપોતાની સ્ટાઈલથી દાળમાં તડકો લગાવે છે, પરંતુ પંજાબી તડકાની વાત જ અલગ હોય છે. જો તમે પણ પંજાબી સ્ટાઈલ દાળ તળકાનો સ્વાદ માણવા ઇચ્છો છો આ રેસિપીને નોંધી લો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાચન તંત્રને મજબૂત બનાવવાથી લઇને ડાયાબિટીસને પણ ઘટાડવા માટે તુવેર દાળ ખાવાની સલાહ આપવામાં આવે છે. આજે અમે તુવેરની દાળમાં પંજાબી ટ્વિસ્ટ લાવી રહ્યા છીએ. આવો જાણીએ આ હેલ્ધી દાળને સૌથી સ્વાદિષ્ટ કેવી રીતે બનાવી શકાય...


સામાગ્રી


  • 1+1/2 કપ તુવેર દાળ

  • 1/2 કપ ચણાની દાળ

  • 1 મોટી બારીક સમારેલી ડુંગળી

  • 2 મીડિયમ બારીક સમારેલા ટામેટાં

  • 1 ચમચી ધાણા પાવડર

  • 1/2 ચમચી હળદર

  • 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર

  • 2-3 બારીક સમારેલા લીલા મરચા

  • 1 ચમચી ગરમ મસાલો

  • 2 આખા લાલ મરચા

  • 1 ચમચી કોથમીર (બારીક સમારેલી)

  • 1 ટીસ્પૂન સરસવ

  • 1 ટીસ્પૂન જીરું

  • એક ચપટી હીંગ

  • 1 ચમચી આમચૂર પાવડર

  • સ્વાદ અનુસાર મીઠું

  • જરૂરીયાત મુજબ ઘી

  • જરૂરીયાત મુજબ પાણી


પંજાબી દાળ તડકા બનાવવાની રીત


  • દાળને એકવાર પાણીથી ધોઈ લો.

  • કૂકરમાં દાળ, હળદર, મીઠું અને પાણી નાખી, ઢાંકણું બંધ કરી ગેસ પર રાખો.

  • પહેલી સીટી વાગે ત્યાં સુધી આંચ તેજ રાખો. ત્યારબાદ મીડિયમ ગેસ પર 4-5 સીટી વગાડવી.

  • 5 સીટી વગાડ્યા પછી, ગેસ બંધ કરો અને કૂકરનું પ્રેશર સમાપ્ત થવા દો.

  • જ્યાં સુધી કૂકરનું પ્રેશર સમાપ્ત થઈ રહ્યું છે, ત્યાં સુધી તડકાની તૈયારી કરી લો.

  • આ માટે પેનમાં ઘી નાખો અને ધીમા તાપે ગરમ કરવા રાખો. 1 ટીસ્પૂન ઘી નાખવું.

  • ઘી ગરમ થાય એટલે તેમાં હિંગ, રઈ, જીરું અને લીલા મરચાં નાખીને બરાબર ફ્રાય કરો.

  • આ પછી ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.

  • ડુંગળી તળ્યા પછી તેમાં ટામેટા, લાલ મરચું, ધાણા પાવડર, હળદર, આમચૂર પાવડર, ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  • મસાલાને શેકવા માટે, 1/2 નાનો કપ પાણી ઉમેરો અને 4-5 મિનિટ માટે ફ્રાય કરો.

  • 5 મિનિટ પછી દાળનો તડકો તૈયાર થઈ જશે.

  • તૈયાર તડકાને દાળ પર નાખી બરોબર મિક્સ કરી દો.

  • જો દાળ જાડી હોય તો તેમાં થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લો અને કૂકરને આંચ પર મૂકીને તેને ઉકાળી લો.

  • ઉકળ્યા પછી દાળમાં કોથમીર નાખીને મિક્સ કરો.

  • ગેસ બંધ કરો અને દાળ પર તડકો લગાવો.

  • આ માટે એક તડકા પેન અથવા નોર્મલ પેનમાં ઘી નાખીને ગરમ કરો.

  • ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી દો અને તેમાં લાલ મરચાં અને કાશ્મીરી લાલ મરચાં નાખીને મિક્સ કરો.

  • આ તડકાને દાળ પર નાખો.

  • તૈયાર છે પંજાબી સ્ટાઈલ દાલ ફ્રાય. લીલા ધાણા અને આદુના ટુકડાથી ગાર્નિસ કરી સર્વ કરો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube