Top 5 Beach of GOA: ગોવા નામ સાંભળતાં લોકો સપનાં જોવા લાગે છે. હાલમાં જ રકુલ પ્રિત અહીં લગ્ન કરી રહી છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગોવા હરવા ફરવા માટે બેસ્ટ સ્થળ છે. દેશ અને વિદેશમાં અહીં મોટાપાયે સહેલાણીઓ આવે છે. અહીંના બીચ એ સુંદરતામાં વિદેશી બીચોને પણ ટક્કર મારે એવા છે. ગોવા જવાનો મોકો મળે તો ભૂલથી પણ ચૂકતા નહીં. અહીં તમને સ્વર્ગ જેવો અહેસાસ થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ગોવા ફરવા જવા માટે ટોચ પર આવી ગયું છે. ગોવા એક નાનું રાજ્ય હોવા છતાં પણ તેના દરિયાકિનારાને જોવા અને માણવા લોકો દૂર-દૂરથી આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Top 5 Beach of GOA:


1. ગોવાના મુખ્ય બીચોમાંથી એક અરામબોલ બીચ છે, જે ઉત્તર ગોવામાં સ્થિત છે. આ બીચ પણજીથી લગભગ 35 કિમી દૂર છે. આ સ્થળની આસપાસ કેટલીક ખાસ જગ્યાઓ છે જ્યાં વ્યક્તિ નાઇટલાઇફનો ભરપૂર આનંદ માણી શકે છે. અહીં તમને જન્નતનો અહેસાસ થશે. 


2. કેન્ડોલિમ બીચ એક ખૂબ જ જૂનો બીચ છે, જ્યાં લોકો ચોક્કસપણે એકવાર મુલાકાત લેવા આવે છે. આ વિસ્તારના મુખ્ય પ્રવાસન સ્થળોમાં ચેપલ સેન્ટ લોરેન્સ, અગુડા ફોર્ટ અને કેન્ડોલિમ ચર્ચનો સમાવેશ થાય છે.


3. ઉત્તર ગોવા ફરવા ગયા છો તો અહીંના મોર્જિમ બીચ પર જવાનું ના ભૂલતા... આ બીચ પર જોવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાં બોરા બોરા લાઈફ, ક્લબ ફ્રેશ અને બૂમ શેક લાઉન્જનો સમાવેશ થાય છે. મોર્જિમ બીચ વિદેશીઓનું પ્રિય સ્થળ છે.


4. ઉત્તર ગોવાની મુલાકાત લેતા પ્રવાસીઓ આનંદ માણવા માટે અશ્વમ બીચ પર આવે છે.  લા પ્લેજ રેસ્ટોરન્ટ, બ્લુ સનસેટ બીચ પાર્ટી, બાર્ડો અને શાંતિ લાઉન્જ જેવા નાઇટલાઇફ માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે.


5. પાલોલેમ બીચ ગોવાના કેનાકોનામાં છે. અહીં પ્રવાસીઓ ખુરશીઓ પર બેસીને ખાવા-પીવાની મજા લે છે. સુંદર સૂર્યાસ્તનો નજારો અને સામે દેખાતો સમુદ્ર આ બીચને ખાસ બનાવે છે.