દિલ્હી: લોકડાઉન (Lockdown)ની ભારે ટેન્શન બાદ જો તમે ગોવા (Goa) વચ્ચે જઇને ચિલ્લ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો કદાચ તેને ડ્રોપ કરવું જ યોગ્ય રહેશે. જી હાં, લોકડાઉન બાદ કદાચ દેશન મોટાભાગના લોકોને ગોવામાં એન્ટ્રીની પરવાનગી ન મળે. ગોવા સરકાર હવે પોતાના ટૂરિઝ્મ પોલિસીને ટૂરિઝમ પોલિસીને સંપૂર્ણ પણે બદલવાની પ્લાનિંગ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફક્ત અમીરોને જ મળશે એન્ટ્રી
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતનું કહેવું છે કે રાજ્ય સરકાર હવે ફક્ત અમીર મુસાફરો પર જ ફોકસ કરશે. અમે ગોવાને ભીડભાડ જેવું બનાવવા માંગતા નથી. રાજ્ય હવે ફક્ત વ્યાજબી અને ઓછા બજેટવાળા ટૂરિસ્ટોથી દૂર રહેશે.  


1960 વાળું બની ગયું છે ગોવા
મુખ્યમંત્રીનું કહેવું છે કે લોકડાઉન બાદ ગોવા હવે 1960ના દાયકા જેટલું સુંદર લાગે છે. ગોવાની સુંદરતા વધી ગઇ છે. અમે તેને જાળવી રાખવા માંગીએ છી. હાલ થોડા વર્ષોમાં બજેટ હોટલ અને બેગપેકર્સના લીધે ખૂબ ભીડભાડ જોવા મળતી હતી. પરંતુ હવે રાજ્ય સરકાર મોટા પગલાં ભરશે જેથી ગોવા ફરીથી એક ઇન્ટરનેશનલ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે.  


સીએમ સાવંતનું કહેવું છે કે 'અમને એવા ટૂરિસ્ટ જોઇતા નથી, જે નશાના આદિ હોય અને રસ્તા પર તમાશો કરે અથવા પછી બીચ પર ગંદકી ફેલાવે. અમારે એવા ટૂરિસ્ટ જોઇએ છે જે પૈસાવાળા હોય અને ગોવાની સંસ્કૃતિનું સન્માન કરે.'


(IANS input)