નવી દિલ્હીઃ ભારત સોનાનો બીજો સૌથી મોટો ઉપયોગકર્તા દેશ છે. આપણા દેશમાં સોનાનું ઘણું મહત્વ છે અને શુભ પ્રસંગે સોનું ખાસ ભેટ આપવામાં આવે છે. લગ્નથી લઈને રોજબરોજના જીવનમાં સોનાનો ઉપયોગ ખાસ થાય છે. સામાન્ય રીતે લગ્ન સમયે સોનાના અનેક ઘરેણાં બનાવડાવવામાં આવે છે. પરંતુ વર્ષોના ઉપયોગ બાદ તેમાં મેલ લાગી જાય છે. પછી તેને પહેરવું નથી ગમતું. જો તમે પણ સોનાના હાર, કંગન, ઝુમકા અને વીંટીને નવા જેવા બનાવવા માંગો છો તો સોની પાસે જવાની જરૂર નથી. ઘરમાં જ તેને સાફ કરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટૂથપેસ્ટથી કરો સાફ-
ટૂથપેસ્ટથી આમ તો આપણે દાંત સાફ કરીએ છે પરંતુ તમે તેનો ઉપયોગ ઘરેણાંને સાફ કરવા માટે પણ કરી શકો છો. આ માટે એક કટોરીમાં ટૂથપેસ્ટ અને પાણીના કેટલાક ટીપાં મિક્સ કરીને પાતળી પેસ્ટ તૈયાર કરી લો. હવે કોઈ મુલાયમ બ્રશની મદદથી જ્વેલરીને સાફ કરો અને પછી ધોઈ લો.


ડિશ સોપની મદદ લો-
સોનાના ઘરેણાંને સાફ કરવા માટે સૌથી પહેલા એક વાટકામાં ગરમ પાણી મુકો અને તેમાં લિક્વિડ ડિટર્જન્ટ મિક્સ કરી લો, હવે તેમાં મેલા ઘરેણાં ડૂબાડો અને થોડી વાર માટે છોડી દો. પછી સોફ્ટ બ્રશની મદદથી સાફ કરી લો. બાદમાં તેને ધોઈને મુલાયમ કપડાંથી લુછી લો.


બેકિંગ સોડા અને વિનેગરનો નુસ્ખો-
તમે એક કટોરીમાં બેકિંગ સોડા અને ગરમ પાણીને મિક્સ કરી લો. હવે આ પેસ્ટને મેલા ઘરેણાંમાં અપ્લાઈ કરો. આ પહેલા વ્હાઈટ વિનેગરથી ધોઈને પાણીની મદદથી ક્લીન કરો. ઘરેણાં નવા જેવા ચમકી જશે.


આ વાતનું ખાસ રાખો ધ્યાન-
સોનાના ઘરેણાં સાફ કરવા માટે ભૂલીને પણ બ્લીચનો ઉપયોગ ન કરો, તેનાથી જ્વેલરીનો રંગ ઉતરી જાય છે. સોનાની વસ્તુઓને અલગ રાખો. નહીં તો તેમાં સ્ક્રેચ પડી શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલા ઘરેલુ નુસ્ખા સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા વિશેષજ્ઞોની સલાહો લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ નથી કરતું)