નવી દિલ્હી: ગોલગપ્પા જેને આપણે પાણીપુરી પણ કહીએ છીએ તેનો સવાદ કોને પસંદ ન હોય. આપણા દેશના સૌથી મનપસંદ સ્ટ્રીટ ફૂડમાંથી તે એક છે. પરંતુ અનેક લોકો એવા છે કે ડાયટ પ્લાનના ચક્કરમાં પાણીપુરી ખાતા હજાર વાર વિચાર કરે છે. પણ જો અમે તમને એમ કહીએ કે પાણીપુરી ખાવાથી તમારું વજન ઓછું થશે તો તમે કદાચ ચોંકી જશો. પરંતુ આ સાચુ છે. વાત જાણે એમ છે કે શરીરની એકસ્ટ્રા ફેટ ઓછી કરવામાં પાણીપુરી ખુબ મદદ કરે છે. વિગતવાર જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાણીપુરી ખાવાથી ભૂખ નહીં લાગે
મોટાપાથી પીડિત લોકો માટે પાણીપુરી એક હેલ્ધી ઓપ્શન બની શકે છે. જો તમે ડાયટ પર છો અને જલદી વજન  ઓછું કરવા માંગો છો તો 6 પાણીપુરીની ફક્ત એક પ્લેટ તમારું વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે. તમને તો ખબર જ હશે કે ગોલગપ્પાનું પાણી કેટલું ચટપટું અને તીખુ હોય છે. આથી તેની પાણીપુરી ખાધા બાદ કલાકો સુધી ભૂખ લાગતી નથી. જેના કારણે તમને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. 


ઘરની પાણીપુરી જ ખાઓ
અનેક ડાયેટિશિયન ભલામણ કરે છે કે પાણીપુરી વજન ઘટાડવામાં ત્યારે જ મદદ કરી શકે છે જ્યારે તમે તે ઘરે બનાવીને ખાઓ. ઘરે તમે ઘઉની પુરીઓ તૈયાર કરી શકો છો અને તેને ઓછા તેલમાં તળી શકો છો. આ સાથે જ તમે મીઠા પાણીની જગ્યાએ જીરા કે જલજીરા પાણીનો ઉપયોગ કરી શકો છો. 


Health Tips: ગેસની સમસ્યાથી પરેશાન છો, આ 4 વસ્તુનું સેવન કરવાથી થશે સમસ્યાનું સમાધાન


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube