Gond Laddu: શિયાળામાં રોજ ખાઈ લો 1 લાડુ, ઠંડીમાં બીમાર નહીં પડો, એકદમ સરળ છે રીત
Gond Laddu: શિયાળામાં અલગ અલગ વસાણા ખાવામાં આવે છે. આ વસ્તુઓ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને બીમારી આવતી નથી. આજે તમને શિયાળામાં ખવાતા અને ફાયદાકારક એવા ગુંદના લાડુ બનાવવાની રીત જણાવીએ.
Gond Laddu: હાડકાનો દુખાવો એવી સમસ્યા છે જે કોઈને પણ થઈ શકે છે. ખાસ કરીને શિયાળામાં વધતી ઉંમરે હાડકાનો દુખાવો વધારે રહે છે. આ સિવાય નાની ઉંમરમાં પણ સાંધાની તકલીફ ઘણા લોકોને થઈ જાય છે. જેમ જેમ ઠંડી વધે તેમ હાડકાના દુખાવાની સમસ્યા પણ વધતી જાય છે. ઘણી વખત દવા લીધા પછી પણ હાડકાના દુખાવા મટતા નથી. આવી સ્થિતિમાં ઘરેલુ ઉપાય કરવા વધારે ફાયદાકારક રહે છે.
આ પણ વાંચો: Itchy Skin: શિયાળામાં સ્કિનની ખંજવાળથી રાહત અપાવશે આ 5 દેશી નુસખા
આજે તમને વર્ષોથી શિયાળામાં ખવાતા ગુંદના લાડુ કેવી રીતે બનાવવા તે જણાવીએ. ગુંદના લાડુ શિયાળા દરમ્યાન ખાવાથી હાડકાની તકલીફો ઓછી થાય છે સાથે જ ઘણી બધી બીમારીઓથી પણ બચી શકાય છે. ગુંદના લાડુ દેશી ઘીમાંથી બને છે. આ લાડુ બનાવવા એકદમ સરળ છે.
ગુંદના લાડુ બનાવવાની સામગ્રી
આ પણ વાંચો: Belly Fat: 40 ની કમરને 28 ની કરવી હોય તો રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ આ પાણી પીવું
દેશી ઘી 300 ગ્રામ
ગુંદ 125 ગ્રામ
કાળા મરી 30 ગ્રામ
લોટ 700 ગ્રામ
ખાંડનો ભુક્કો 300 ગ્રામ
સમારેલી બદામ 150 ગ્રામ
ખમણેલું નાળિયેર 100 ગ્રામ
આ પણ વાંચો: White Hair: સફેદ વાળનો ગ્રોથ અટકી જશે, શિયાળામાં આમળા સહિત આ 3 વસ્તુ ખાવાનું કરો શરુ
ગુંદના લાડુ બનાવવાની રીત
સૌથી પહેલા એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ગુંદ તળી લેવો. ગુંદ ફુલી જાય પછી ઘીમાં કાળા મરીને શેકી વાટી લેવા. ત્યાર પછી ઘીમાં લોટ ઉમેરીને ધીમા તાપે શેકી લેવો. લોટ શેકાઈ જાય પછી તેને ગેસ પરથી નીચે ઉતારી તેમાં કાળા મરી, ગુંદ, નાળિયેર, ખાંડ અને બદામ મિક્સ કરો. બધી જ વસ્તુને બરાબર મિક્સ કરીને નાના નાના લાડુ બનાવી લો. તૈયાર કરેલા લાડુને એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને રોજ સવારે એક લાડુ ખાઈ લો. આ લાડુ ખાવાથી શિયાળામાં પણ તમે તંદુરસ્ત રહેશો અને હાડકાના દુખાવાની સમસ્યા નહીં રહે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)