તમને પણ ઉંઘીને ઉઠ્યા બાદ અનુભવાય છે થાક? ગુગલના સીઇઓનો આ સ્લીપિંગ મંત્ર આવશે કામ
જો કલાકો સુધી ઊંઘ્યા પછી પણ તમને હમેશાં થાક અનુભવાય છે અને તમે હમેશાં શાંતિ શોધતા હોવ તો આ સમાચાર તમારા કામના છે. કેમ કે ગુગલના સીઇઓએ એવી ટેકનિક જણાવી છે જે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
નવી દિલ્હી: વર્તમાન લાઇફસ્ટાઇલમાં જે રીતે લોકો તેમનું જીવન વિતાવી રહ્યા છે, તેમાં શાંતિ ગાબય થતી જોવા મળી રહીં છે. એવામાં માણસ ભલે ગમે તેટલા કલાકો સુધી ઉંઘ લે, પરંતુ તેને હમેશાં થાક અનુભવાય છે. આ થાકને દૂર કરવા માટે અને શાંતિ મેળવવા માટે કેટલાક લોકો યોગ કરે છે. તો કેટલાક લોકો મ્યુઝિક સાંભળે છે. એવામાં ગુગલ અને અલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઈએ એક ટ્રિક જણાવી છે, જેમાં તમે થાક અનુભવશો નહીં. તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કેવી રીતે ઉંઘ લીધા બાદ પણ તમે રિફ્રેશ અનુભવી શકતા નથી તો શું કરવું જોઇએ.
જેમને યોગા પસંદ નથી તેમના માટે ફાયદાકારક
સુંદર પિચાઈએ નોનલ સ્લી રેસ્ટ ટેક્નીક વિશે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે તેમને પોતાને યોગા પસંદ નથી. એવામાં શાંતિ મેળવવા માટે આ ટેક્નીક ખુબ જ કામ લાગે છે. તેને સૂતા પહેલા કરવાથી ઉંઘ પણ જલદી આવે છે અને લગભગ 6 કલાક ઉંઘ લીધા બાદ પણ તમારી જાતને એકદમ રિફ્રેશ અનુભવ કરશો. તમે જોયું હશે કે કેટલાક લોકો 10 કલાકની ઉંઘ લીધા બાદ પણ રિલેક્સ અનુભવતા નથી.
જાણો શું છે NSDR ટેક્નીક
આ ટેક્નીકમાં તમારે જમીન પર આંખ બંધ કરી સૂવાનું હોય છે. ત્યારબાદ તમારા શરીર અને હાથ અને પંગને રિલેક્સ છોડી દો. ત્યારબાદ તમારે કોઈ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું રહશે. આ દરમિયાન તમે ખુલ્લા આકાશ અથવા અંધાર્યા રૂમ વિશે વિચારી શકો છો. જ્યારે તમે આવું કરશો તે સમયે તમારા શરીરના અલગ અલગ ભાગમાં હોવાના સેન્સેશન પર ધ્યાન આપો. પિચાઈએ જણાવ્યું કે તે પોતે રિલેક્સ અનુભવ કરવા માટે આ પ્રકારની ટેક્નીકને ફોલો કરે છે. જે લોકોને ઉંઘ ન આવવાની તકલીફ છે તેઓ આ ટેક્નીકને ફોલો કરી શકે છે. તેને ફોલો કર્યા બાદ જલદી ઉંઘ પણ આવે છે સાથે સ્ટ્રેસ ઓછો થઈ જાય છે.
સુંદર પિચાઈનો ફિટનેસ મંત્ર
સુંદર પિચાઈએ જણાવ્યું કે તે દરરોજ 6 થી 7 કલાકની ઉંઘ લે છે. ત્યારબાદ તેઓ સવારે 6 થી 7 વાગ્યાની વચ્ચે ઉઠી જાય છે. આ ઉપરાંત તેઓ છેલ્લા 15 વર્ષથી એક જ નાસ્તો કરે છે. તેઓ તેમના નાસ્તામાં એગ ટોસ્ટ અને ચા લે છે. જણાવી દઇએ કે નાસ્તા દરમિયાન પિચાઈને ન્યૂઝ વાંચવા ખુબ જ પસંદ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube