દેશના પશ્ચિમમાં આવેલું ગુજરાત એક સુંદર અને ઐતિહાસિક રાજ્ય છે. અરબ સાગરના કિનારે આવેલું હોવાથી એક તો મોટો દરિયાકિનારો છે અને પાછા એવા એવા સ્થળો છે જ્યાં તમે જો ચોમાસામાં મુલાકાત ન લીધી તો સમજો ગણું બધું ગુમાવી દીધુ. ચોમાસામાં આ સ્થળો પર ફરવાની મજા જ કઈક અલગ હોય છે. ચોમાસું વિદાય લઈ લે તે પહેલા ફટાફટ બનાવી લેજો પ્રોગ્રામ. (વીડિયો- સાભાર ગુજરાત ટુરિઝમ ઈન્સ્ટાગ્રામ)


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાપુતારા
ચોમાસામાં જ્યાેર ગુજરાતની ફરવા જેવી જગ્યાઓની વાત કરીએ તો સૌથી પહેલા સાપુતારાનું નામ લેવું પડે. ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું આ સાપુતારા પ્રકૃતિની ગોદમાં વસેલું એક મનમોહક હિલ સ્ટેશન છે. સાપુતારામાં જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે કુદરત સૌળે કળાએ ખીલી હોય તેવું લાગે છે. ચોમાસામાં પ્રકૃતિ પ્રેમીઓ માટે તો આ જગ્યા જાણે સ્વર્ગ જેવી છે. સુરતથી આ જગ્યા લગભગ 150 કિમીના અંતરે છે.