Gujarat Tourist Destination: આપણે ગુજરાતીઓ મોટાભાગે ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુ અને કાં તો પછી સાપુતારા જવાનું પસંદ કરતા હોઈએ છીએ પરંતુ શું તમને આ એક હિલ સ્ટેશન વિશે ખબર છે જે માઉન્ટ આબુને પણ ટક્કર મારે એવું છે. સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલા એક માત્ર એવુ હિલસ્ટેશન છે, જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. આ જગ્યાનું હવામાન એકદમ ખુશનુમા છે અને હંમેશા રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં એક વખત પગ મુકીએ એટલે ત્યાં જ રહી જવાનું મન થઇ જાય! અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે. એટલે જ તેને ગુજરાતનું સ્વિટ્ઝર્લૅન્ડ પણ કહેવામાં આવે છે. સાપુતારાએ ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું આ એક રમણીય સ્થળ છે.



ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલા સાપુતારાની ભવ્ય પહાડીઓ આહલાદક છે. વર્ષ દરમિયાન ભયંકર ગરમીની સિઝનમાં પણ સાપુતારામાં તાપમાનનો પારો કદી 28 કે 30 ડિગ્રીની ઉપર નથી જતો. સાપુતારા આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે જઇ શકાય અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, જે સરકારની વિનંતીથી સાપુતારાનું વંશપરંપરાગત રહેઠાણ ખાલી કરી નવાનગર ખાતે રહેવા ગયા છે. સાપુતારામાં આદિવાસી મ્યુઝિયમ પણ જોવાલાયક છે. 



ઉપરાંત અહી પહાડીઓ પરથી સનસેટ અને સનરાઈઝ પોઇન્ટનો લ્હાવો પણ માણી શકાય છે. સાપુતારાથી થોડે દૂર "ગુજરાતનો નાયગ્રા" કહેવાતો ગીરા ધોધ પણ મોટું આકર્ષણનું કેન્દ્ર છે. સાપુતારામાં રોકાવા માટે અનેક હોટલો અને ગેસ્ટ હાઉસની સુવિધા છે. ગુજરાત સરકારે પણ આ હિલસ્ટેશનને વધુ ને વધુ વિકસાવવાના પ્રયત્નો આરંભી દીધા છે. સરકાર સાપુતારાને માથેરન અને મહાબળેશ્વર જેવુ બનાવીને પ્રવાસીઓને વધુમાં વધુ સવલત મળે તેવુ આયોજન ઘડી રહી છે.


સાપુતારામાં શું-શું જોવા લાયક છે?
આમ તો ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે, પરંતુ કુદરતનું સાચુ રૂપ તમને માણવુ હોય તો દક્ષિણ ગુજરાતમાં આવેલુ એકમાત્ર હિલસ્ટેશન એકવાર તો જવુ જ જોઈએ. અહી નૌકાવિહાર, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈંટ, સનરાઈઝ પોઈંટ અને ઋતુભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે. ગુજરાતનુ આ હિલસ્ટેશન વીકએંડ ગેટવે તરીકે જાણીતુ છે. એડવેંચરને પસંદ કરતા લોકો માટે એડવેંચર સ્પોર્ટસ, અને વસવાટની એવુ સુંદર વ્યવસ્થા કે હિલસ્ટેશનની મજા માણવા જનારા પ્રવાસીઓને ત્યાં જ રોકાવાનુ મન થઈ જાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે.


ડુંગરાળ વિસ્તારને કારણે સાપુતારામાં રસ્તાઓ સર્પાકારે આવેલા છે. સાપુતારા હિલસ્ટેશન ખુબ જ સુંદર તળાવો, બગીચાઓ માટે પ્રખ્યાત છે. ડાંગ જિલ્લામાં વાંસના જંગલો આવેલા છે તેથી અહીં હાથ બનાવટની વાંસની સુંદર વસ્તુઓની બજાર વિશેષ છે. હોળીના સમયે ત્યાંના આદિવાસીઓનું નૃત્ય માણવાલાયક હોય છે. કુદરતની વાત કરીએ તો સાપુતારામાં સુર્યોદય અને સુર્યાસ્ત નયનરમ્ય હોય છે અને એ સમયે સુર્ય આપણી એકદમ નજીક આવી ગયો હોય એવું અદ્‌ભૂત દ્રશ્ય જોવા મળે છે.