સ્નાન કરતા સમયે વાળને ડેમેજ થતાં બચાવવા માટે અપનાવો આ ટિપ્સ
નવી દિલ્લીઃ વાળને સુંદર અને મજબૂત રાખવા માટે તેની દેખભાળ કરવી ખુબ જ જરૂરી છે. ખોટી રીતે વાળ ધોવાથી અને વધારે હેર પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી વાળ ડેમેજ થવા લાગે છે. આનાથી વાળ સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે. અને વાળ ડ્રાય થવા લાગે છે. વાળને ડેમેજ થતાં બચાવવા માટે આ ઉપાય કરો-
વાળ ધોવાની સાચી રીત-
વાળને શેમ્પૂથી સારી રીતે ધોવા ખુબ જ જરૂરી છે. એવું ન કરવાથી વાળ ડેમેજ થઈ શકે છે.વાળને શેમ્પૂથી ધોતા પહેલાં સ્ટીમ જરૂર લો. સ્ટીમ લીધા પછી વાળને હળવા હાથથી મસાજ કરો. વાળને ધોવા માટે બહુ ઠંડુ નહીં અને બહુ ગરમ ન હોય તેવા પાણીનો ઉપયોગ કરો. નોર્મલ પાણીથી વાળને ધોવો અને દરરોજ વાળને ન ધોવો. સપ્તાહમાં બસ બેવાર વાળ ધોવો.
આવી રીતે કરો કંડિશનરનો ઉપયોગ-
શેમ્પૂ કર્યા બાદ વાળમાં કંડિશનર લગાવો પરંતુ વધારે કંડિશનર લગાવવાથી બચો. સપ્તાહમાં ઓછામાં ઓછા બે વાર ડીપ કંડિશનિંગ જરૂરી છે. ધ્યાન રાખો કે, કંડિશનરને ક્યારેય સ્કેલ્પ પર ન લગાવો. તેનાથી વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે.
વાળને આવી રીતે સુકવો-
વાળને ધોઈ અને કંડિશનિંગ કર્યા બાદ વાળને સુકવવાની જરૂર હોય છે. હંમેશા કોટનના ટોવલથી વાળને સારી રીતે સુકવો. તેનાથી વાળની નમી એમ જ રહેશે અને વાળ તૂટશે નહીં. વાળને ટોવલથી બહુ જોરથી ન રગડો. આ સાથે ડ્રાયરનો ઉપયોગ ન કરો. હીટથી વાળને નુકસાન થાય છે.
હેર કેર પ્રોડક્ટના ઉપયોગથી બચો-
વધારે હેર કેર પ્રોડક્ટનો ઉપયોગ જેમ કે, જેલ, હેર સ્પ્રે યૂઝ કરવાથી વાળ ડેમેજ થવા લાગે છે. આનાથી વાળના પોર્સ બંધ થઈ જાય છે અને હેર ફોલ થવા લાગે છે.
વાળને વધારે વાર સુધી ન ધોવો-
વાળને બહુ વધારે સમય સુધી ન ધોવા જોઈએ. વધારે વાર સુધી વાળ ભીના રહે તો વાળ કમજોર થઈ જાય છે અને વધારે તૂટવા લાગે છે.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલૂં ઉપાય અને સામાન્ય જાણકારી પર આધારિત છે. આ અપનાવતા પહેલાં જાણકારની સલાહ લો. ઝી 24 કલાક આ માહિતીની પુષ્ટિ નથી કરતું)