Hair Care Tips: સામાન્ય રીતે વાળ સફેદ થવાની ​​સમસ્યા એક ઉંમર પછી શરૂ થાય છે. પરંતુ આજકાલ આ સમસ્યા નાની ઉંમરના લોકોમાં વધારે જોવા મળે છે. કોલેજ જવાની ઉંમરમાં જ્યારે વાળ સફેદ થઈ જાય તો તેને છુપાવવા માટે લોકો કલર કરવાનું શરુ કરે છે. પરંતુ નાની વયથી કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી વાળ ખરવા લાગે છે અને અન્ય આડઅસર પણ થાય છે. તેવામાં સફેદવાળને કુદરતી રીતે કાળા કરવા અને તેને વધતા અટકાવવા માટે કેટલાક ઘરેલું ઉપાય કરી શકાય છે. કેટલીક ઘરગથ્થુ વસ્તુઓ એવી છે જેને ઉપયોગમાં લેવાથી સફેદ વાળની સમસ્યામાં ફરક જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


ઉનાળામાં આ ઘરગથ્થુ વસ્તુઓ રાખશે ત્વચાને સ્વસ્થ, ત્વચાની ડલનેસ થશે તુરંત દુર


પાણીમાં આ વસ્તુ ઉમેરી લગાડો વાળ પર, Frizzy Hair ની ફરિયાદ થઈ જશે દુર, વાળ થશે silky


કસરત ન કરવી અને વધુ પડતી કરવી બંને જીવલેણ, હાર્ડકોર કસરતથી વધે Heart Attack નું જોખમ


સફેદ વાળની સમસ્યાને દુર કરશે મેથી


- જો તમે ઈચ્છો છો કે તમારા સફેદ થતા વાળ કુદરતી રીતે જ કાળા થાય તો મેથી અને ગોળનું સેવન કરવાની શરૂઆત કરી દો. આયુર્વેદ અનુસાર આ બંને વસ્તુઓને સાથે લેવાથી ઘણા બધા ફાયદા થાય છે. ગોળ અને મેથીને સાથે ખાવાથી સફેદ થતા વાળ કાળા થવા લાગે છે. સાથે જ ખરતા વાળથી પણ મુક્તિ મળે છે.


- જો તમારી સફેદ થતા વાળને કાળા કરવા હોય તો વાળ શેમ્પૂ કરતી વખતે પણ મેથીનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે રાત્રે મેથીના દાણાને પાણીમાં પલાળી રાખો. સવારે તેને ઉકાળી લો અને પછી પાણીને ઠંડુ થવા દો. પાણી ઠંડુ થાય પછી તેને ગાળી લો અને વાળ ધોયા પછી મેથીના પાણીને પણ વાળ પર છાંટો.  


- એક વાટકી પાણીમાં એક ચમચી મેથી પલાળી દેવી. સવારે આ મેથીની પેસ્ટ બનાવી લેવી અને વાળના મૂડમાં લગાવો. 30 મિનિટ સુધી તેને રહેવા દો. ત્યાર પછી વાળને ધોઈ લેવા. આ ઉપાય કરવાથી સફેદ વાળની અને ખરતા વાળની સમસ્યા દૂર થાય છે.