Increase Hair length in 15 days: અળસી એક ચમત્કારી વસ્તુ છે જે સ્વાસ્થ્યની સાથે વાળને પણ ફાયદો કરી શકે છે. અળસીનો ઉપયોગ કરીને વાળને ઝડપથી લાંબા પણ કરી શકાય છે અને વાળને સિલ્કી પણ બનાવી શકાય છે. જો તમે પણ લાંબા અને સિલ્કી વાળ માટે વર્ષોથી પ્રયત્નો કરી રહ્યા હોય અને તમને સફળતા મળતી ન હોય તો અળસીનો આ રીતે ઉપયોગ કરવાનું શરૂ કરો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અળસીમાં પ્રોટીન, વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે વાળને ખરતા અટકાવે છે અને નવા વાળનો ગ્રોથ વધારે છે. અળસીમાં રહેલા પોષક તત્વો ખોડો દૂર કરવામાં પણ મદદ કરે છે. અળસીનો ઉપયોગ કરવાથી વાળમાં ચમક આવે છે અને વાળ ઝડપથી લાંબા થાય છે. વાળને ઝડપથી લાંબા કરવા માટે અળસીનો તમે આ રીતે ઉપયોગ કરી શકો છો.


આ પણ વાંચો:


સૂતા પહેલા ચહેરા પર નાળિયેર તેલમાં મિક્સ કરી લગાવો આ વસ્તુ, દુર થશે ડાઘ-ધબ્બા


સ્ટીલના વાસણમાં આ વસ્તુઓ પકાવવી સ્વાસ્થ્ય માટે હાનિકારક, ખરાબ થઈ જાય છે તબિયત


Weight Loss Tips: આ 4 વસ્તુઓ રોજ ખાવાથી 15 દિવસમાં ઓગળી જશે પેટની લટકતી ચરબી


અળસીનું હેર માસ્ક


બે મોટા ચમચા દહીં લઈ તેમાં એક ચમચી અળસીનો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો. આ મિશ્રણને થોડીવાર રહેવા દો અને પછી તેમાં મધ ઉમેરીને વાળમાં લગાડો. વાળને એક કલાક સુધી સુકાવા દો અને પછી વાળને ધોઈ લેવા.


કેળા અને અળસી


અળસીના પાવડરમાં પાકેલા કેળાની પેસ્ટ ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણમાં તમે જે તેલ વાપરતા હોય તે ઉમેરો અને થોડું મધ ઉમેરો. આ હેર માસ્કને વાળમાં સારી રીતે લગાડી એક કલાક સુધી રહેવા દો. એક કલાક પછી શેમ્પુથી વાળને ધોઈ લેવા.


અળસી અને ઓલિવ ઓઈલ


એક ચમચી અળસીનો પાવડર લઈ તેમાં બે ચમચી ઓલિવ ઓઇલ અને અડધા લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને વાળમાં લગાડો. 30 મિનિટ પછી વાળને શેમ્પુ નહીં પણ ફક્ત કન્ડિશનર કરો. કન્ડિશનર થોડીવાર રાખ્યા પછી વાળને ઠંડા પાણીથી ધોઈ લો. વાળમાં જોરદાર સાઇન આવી જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)