નવી દિલ્હીઃ આપણાં મૂડથી લઇને દેખાવ સુધી તમામ ચીજો પર હોર્મોન્સનો પ્રભાવ રહેલો છે. આપણાં શરીરના અનેક અંગોનું કામ હોર્મોન્સ નિયંત્રિત કરે છે. તમારાં મૂડથી લઇને તમામ ચીજો પર હોર્મોન્સનો પ્રભાવ પડે છે. પરંતુ કેટલાંક કારણોથી હોર્મોન્સ અસંતુલિત થવાની અસર ચહેરા અને વાળ પર સ્પષ્ટ દેખાય છે. હોર્મોન્સ અસંતુલિત હોય તો તેનાથી ખરતા વાળ, ચહેરા અને ગરદન કે બોડી પર અણગમતા વાળમાં વધારો, ખીલ, એક્ને, પીસીઓએસથી લઇને ઇન્ફર્ટિલિટીની સમસ્યાઓ પણ થઇ શકે છે. જ્યારે હોર્મોન્સ બેલેન્સ બગડે છે તો શરીરમાં તેના સંકેતો જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણીવાર આ સમસ્યાઓને દૂર કરવા માટે આપણે ઘરેલૂ નુસખાઓ અને મોંઘી ટ્રીટમેન્ટ્સ પણ કરાવતા હોઇએ છીએ, પરંતુ પરિણામ શૂન્ય મળે છે.પુરૂષોમાં હોર્મોન્સ અસંતુલિત હોય તો તેનાથી ઇન્ફર્ટિલિટી ઉપરાંત વાળનો ગ્રોથ અટકી જવો, વાળ સતત ખરવા, ચહેરા પર વારંવાર ખીલ ઉપસી આવવા જેવી સમસ્યાઓ થાય છે. ડાયટિશિયન મનપ્રિત કાર્લાએ પુરૂષોમાં હોર્મોન ઇમ્બેલેન્સને કેવી રીતે સુધારી શકાય તે અંગે ડાયટ પ્લાનની માહિતી આપી છે.

સ્ત્રી અને પુરૂષોમાં હોર્મોન્સ અસંતુલન હોવાથી નીચે પ્રમાણેના લક્ષણો જોવા મળે છેઃ-


-વજનમાં અચાનક વધારો


-વાળ ખરવા


-ડિપ્રેશન


-ખીલ


-પીરિયડ સાયકલમાં ફેરફાર


-અપુરતી ઉંઘ


આ સિવાય પુરૂષોમાં અનહેલ્ધી લાઈફસ્ટાઇલ અને ખાનપાનથી પણ હોર્મોન્સ સંતલુન બગડે છે, જેમાં સૌથી મોટું લક્ષણ ટાલ કે ઉંદરી, હેર ગ્રોથ અટકી જવો, એક્નેની સમસ્યા વગેરે જોવા મળે છે. આ માટે ડાયટિશિયને આપેલી હેલ્થ અને ડાયટ ટિપ્સને તમે અજમાવી શકો છો.


​ટેસ્ટોસ્ટેરોન છે મુખ્ય કારણ-
ટેસ્ટોસ્ટેરોન એક પ્રકારનું હોર્મોન છે જે મહિલાઓ અને પુરૂષ બંનેમાં જોવા મળે છે. આ પુરૂષોનું પ્રાઈમ હોર્મોન છે જે તેઓના દાઢી, વાળ, ઇન્ટિમેટ લાઇફ વગેરે માટે જવાબદાર હોય છે. રિપ્રોડક્શનમાં પણ આ હોર્મોનનો મહત્વનો રોલ હોય છે. આ સિવાય આ હોર્મોન પુરૂષોમાં હાડકા અને મસલ્સના વિકાસ માટે જરૂરી હોય છે. ડાયટિશિયન અનુસાર, ટેસ્ટોસ્ટેરોનના વધારે પડતાં સ્ત્રાવથી ડીએચટી લેવલમાં વધારો થાય છે. આ માટે તેના શરૂઆતી લક્ષણોને ધ્યાનમાં લઇને DHT લેવલની જાણકારી માટે બ્લડ ટેસ્ટ કરાવવો જરૂરી છે. મહિલાઓમાં તેનું પ્રમાણ 300 pg/ml જેટલું હોવું જોઇએ, જ્યારે પુરૂષોમાં 112-955 pg/ml હોવું જરૂરી છે.


હોર્મોન્સ બેલેન્સ કરવા માટે ડાયટિશિયને 6 માઇક્રોન્યૂટ્રિ્અન્ટ્સ વિશે જણાવ્યું છે જે DHT નિયંત્રિત રાખવામાં મદદ કરશેઃ
- બાયોટિનઃ સૂરજમુખીના બીજ, બદામ અને શક્કરિયા


- ઝીંક અને સેલેનિયમઃ કોળાના બીજ, બ્રાઝીલ નટ્સ, વિવિધ દાળ


- વિટામિન ઇઃ એવાકાડો, સૂરજમુખીના બીજ, બદામ


- વિટામિન એઃ ગાજર, કોળું, પાલક


- કોલેજનઃ પાઇનેપલ, કોળાના બીજ, ગાજર અને બદામ


(Disclaimer- અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ નથી કરતું. વધુ માહિતી માટે તમારાં ડૉક્ટરનો સંપર્ક કરો)