Hair Care Tips: ગરમી પ્રદૂષણ અને પોષણના અભાવના કારણે વાળ રુક્ષ થઈ જતા હોય છે. શેમ્પુ કર્યું હોય તે દિવસે વાળ સુંદર લાગે છે પરંતુ એક કે બે દિવસમાં જ વાળ ઝાડું જેવા દેખાવા લાગે છે. ખૂબ જ ડ્રાય વાળ હોય તો તેને મેનેજ કરવા પણ મુશ્કેલ થઈ જાય છે. વાળમાં મોઈશ્ચર રહે અને વાળ સિલ્કી બને તે માટે લોકો મોંઘી પ્રોડક્ટ પણ વાપરે છે પરંતુ તેનાથી પણ જોઈએ તેવું પરિણામ મળતું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ જો તમારે સિલ્કી સોફ્ટ હેર મેળવવા હોય તો તમે મેથી અને એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. મેથી અને એલોવેરાનું માસ્ક આવી રીતે બનાવીને વાળમાં લગાડશો તો તમારા વાળ એટલા સોફ્ટ થઈ જશે કે રબરમાંથી પણ સરકી જાય. આ માસ્ક એન્ટી ઇન્ફ્લિમેન્ટરી અને એન્ટી બેકટેરિયલ ગુણથી ભરપૂર હોય છે. તેનો ઉપયોગ કરવાથી વાળની ડ્રાઇનેસ પણ દૂર થાય છે, વાળને પોષણ મળે છે અને વાળ ઝડપથી લાંબા થાય છે. 


આ પણ વાંચો:


ખીલના કારણે પડેલા ડાઘ દુર કરવા આ 2 રીતે કરો ટમેટાનો ઉપયોગ, 7 દિવસમાં દેખાશે અસર


Hair Care: ખરતા વાળને અટકાવશે આ 5 સુપરફૂડ, ઝડપથી લાંબા થશે વાળ


આ 5 સુપરફૂડ તમને વાળ ખરતા બચાવશે, હેર ગ્રોથમાં થશે ફાયદો


એલોવેરા અને મેથીનું હેર માસ્ક


બે ચમચી મેથી દાણા
બે ચમચી એલોવેરા જેલ
એક ચમચો નાળિયેર તેલ


હેર માસ્ક બનાવવાની રીત


સૌથી પહેલા એક વાટકી પાણીમાં બે ચમચી મેથીને રાત્રે પલાળી દો. સવારે પાણીમાંથી મેથી દાણાને બહાર કાઢી સારી રીતે પીસી લો. હવે મેથીની પેસ્ટ માં એલોવેરા જેલ અને નાળિયેર તેલ ઉમેરો. ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરીને વાળમાં સારી રીતે લગાડો. આ મિશ્રણને વાળમાં એક કલાક સુધી રહેવા દો. ત્યાર પછી વાળને હુંફાળા ગરમ પાણીથી સારી રીતે સાફ કરી લો. આહિર માસ્ક નો ઉપયોગ કરશો એટલે થોડા જ દિવસોમાં તમારા વાળ સિલ્કી સ્મુધ થઈ જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)