Baldness problem: હાલમાં લોકોને સૌથી મોટી સમસ્યા હોય તો વાળની છે. ખાવાની બદલાતી જતી આદતો વચ્ચે માથામાં વાળને જાળવવા એ સૌથી મોટી સમસ્યા છે. જો તમારા વાળ પણ ખરતા હો તો સાચવવાની જરૂર છે. જો તમે ટાલિયાપણા (Baldness) નો શિકાર થઇ ચૂક્યા છો, તો ચિંતાની કોઇ વાત નથી. તેના લક્ષણો વિશે ખબર પડતાં જ યોગ્ય સમય પર સારવાર કરવામાં આવે તો ઘણી હદ સુધી આ સમસ્યા પર કાબૂ મેળવી શકાય છે. એવામાં ખાસ કરીને હેરપેકનો ઉપયોગ કરી તમે ફરીથી પોતાના વાળને મેળવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે બનાવશો બીટનો હેર પેક? 
બીટ હેર પેકનું નામ સાંભળતાં જ કેવી રીતે બનશે, કેટલો ટાઇમ લાગશે, એવા પ્રશ્નોથી પરેશાન થવાના બદલે તમે અમે બતાવેલી રીત વડે બીટનો માસ્ક (How To Make Beetroot Hair Mask) બનાવી શકો છો. 


હેર પેકની સામગ્રી-
આ ખાસ હેર પેકને બનાવવા માટે તમારે બીટના અડધા કપ જ્યૂસ સાથે જ બે મોટી ચમચી આદુનો જ્યૂસ અને 2 મોટી ચમચી જેતૂનના તેલની જરૂર પડશે.  


હેર પેક કેવી બનાવશો? 
બીટ હેર પેક બનાવવા માટે તમે સૌથી પહેલાં એક બાઉલ લો અને તેમાં અડધો કપ બીટનો જ્યૂસ નાખો. ત્યારબાદ તમે તેમાં બે મોટી ચમચી આદુનો જ્યૂસ નાખો. ચમચી વડે હલાવ્યા બાદ તમે તેમાં તાત્કાલિક બે ચમચી જેતૂનનું તેલ મિક્સ કરો. હવે ફરી એકવાર તમે હલાવો એટલે મિશ્રણ સારી રીતે મિક્સ થઇ જાય. લો બસ તૈયાર થઇ ગયો તમારો બીટનો હેર પેક. 


આ રીતે મળશે ચમત્કારી ફાયદો-
મેડ ઇન હોમ બનાવવામાં આવેલા બીટ હેર પેકને તમે તમારા વાળ અને પૂરી સ્કેલ્પ પર સારી રીતે લગાવી શકો છો. બે મિનિટ માટે તેને આમ જ છોડી દો. ત્યારબાદ તમે હળવા હાથ વડે પોતાના માથાની ત્વચા અને વાળમાં બંનેની મસાજ કરો. પછી અડધા કલાક સુધી આ પેકને લગાવીને રાહ જુઓ આ દરમિયાન તમે તમારા ઘરના રોજિંદા કામ અથવા મ્યૂઝિક વગેરે સાંભળી શકો છો. જેવી ત્રીસ મિનિટ પુરી થઇ જાય તમે નોર્મલ પાણી વડે તમારા વાળને ધોઇ લો. સારા પરિણામ માટે તમે આ સ્પેશિયલ હેર પેકને અઠવાડિયામાં બે વાર લગાવો. તેનાથી તમારું ટાળિયાપણું અને હેર ફોલ બંનેની સમસ્યામાંથી છુટકારો મળી જશે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. તેની પુષ્ટિ કરતું નથી. અહીં આપવામાં આવેલી જાણકારીનો ઉપયોગ કરતાં પહેલાં પોતાના ડોક્ટરની અવશ્ય સલાહ લો)