Hair growth Tips: વાળ ખરવાના કિસ્સામાં માત્ર વાળ ખરતા રોકવાના ઉપાયો પૂરતા નથી, નવા ગ્રોથ માટે ઉપાયો પણ જરૂરી છે. આવી સ્થિતિમાં ડુંગળીના રસની રેસિપી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક જ દિવસમાં 100થી વધુ વાળ ખરવા હેર ફોલ કહેવાય છે. આ સમસ્યા પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં સામાન્ય છે. પરંતુ જો વાળનું ખરવું સતત ચાલું રહે, તો તેનાથી ટાલ પણ પડી શકે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો જુદા-જુદા પ્રકારના મોંઘા હેર કેર પ્રોડ્ક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેમાં હાજર હાનિકારક કેમિકલ્સ વાળને અધિક નુકસાન પહોંચાડી શકે છે.


આવા સ્થિતિમાં ઘેરલું ઉપાય વધારે સારા અને ફાયદાકારક સાબિત થાય છે. તેમાથી જ એક પ્રભાવી ઉપાય છે ડુંગળીનો રસ. તેને વાળમાં લગવવાની સૌથી સારી રીત કઈ છે, ત્યાં સુધી તમને જણાવી રહ્યા છીએ.


વાળમાં ડુંગળીનો રસ લગાવવાના ફાયદા
ડુંગળીના રસમાં ભરપૂર માત્રામાં સલ્ફર હોય છે, જે વાળના મૂળને મજબૂત બનાવે છે અને તેમને તૂટતા અટકાવે છે. આ સિવાય ડુંગળીમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ વાળને ઘણી સમસ્યાઓથી બચાવે છે. તે ખોડો, સફેદ વાળ અને માથાની ચામડી પર ખંજવાળની સમસ્યાને પણ ઘટાડે છે.


કેવી રીતે યુઝ કરવો ડુંગળીનો રસ-
નાળિયેર તેલ સાથે બનાવો મિશ્રણ

વાળ ખરવાની સમસ્યાને દૂર કરવા માટે ડુંગળીનો રસ અને નારિયેળ તેલનું મિશ્રણ એક ઉત્તમ ઉપાય છે. નારિયેળ તેલમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ હોય છે, જે વાળની ​​સમસ્યાને દૂર રાખવામાં મદદ કરે છે. તે વાળને પોષણ આપવા અને તેમને મજબૂત કરવાનું કામ કરે છે.


કેવી રીતે લગાવવું:
ડુંગળીનો રસ કાઢીને તેમાં 1-2 ચમચી નારિયેળ તેલ મિક્સ કરો. પછી આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને માથાની ચામડી અને વાળના મૂળમાં લગાવો. તેને 30-45 મિનિટ માટે રહેવા દો અને પછી હળવા શેમ્પૂથી ધોઈ લો. સારા પરિણામ માટે અઠવાડિયામાં 2-3 વખત આ મિશ્રણનો ઉપયોગ કરો.


એલોવેરા જેલ સાથે મિક્સ કરો  


ડુંગળીનો રસ અને એલોવેરા જેલનું મિશ્રણ પણ વાળ ખરતા અટકાવવામાં મદદ કરે છે. એલોવેરામાં હાજર એન્ટીઓક્સીડેન્ટ વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે અને માથાની ચામડીને હાઇડ્રેટેડ રાખે છે. તે વાળના મૂળને મજબૂત બનાવે છે અને ક્ષતિગ્રસ્ત વાળને પણ રિપેર કરે છે.


કેવી રીતે લગાવવું:
આ માટે, 3-4 ચમચી ડુંગળીના રસમાં બે ચમચી એલોવેરા જેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. પછી આ મિશ્રણને વાળના મૂળ અને માથાની ચામડી પર લગાવો. તેને 30-60 મિનિટ માટે રહેવા દો અને પછી હળવા શેમ્પૂથી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ મિશ્રણનો ઉપયોગ કરવાથી વાળ ખરતા ઓછા થશે.


Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.