ઉનાળામાં તરસ લાગે તો મોટાભાગના લોકો  ફ્રિજનું ઠંડુ પાણી પીવાનું જ પસંદ કરતા હોય છે. ઠંડુ પાણી પીવાથી લોકોને ટાઢક થતી હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ફ્રિજનું આ ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક જરાય નથી. આમ છતાં એવા લોકોની કમી નથી જેઓ ફ્રિજનું ઠંડુ પાણી જ પીતા હોય છે. ઠંડુ પાણી પીવું હોય અને તે પણ ફ્રિજનું નહીં તો શું કરવું? તેના માટે આપણી સંસ્કૃતિમાં સદીઓ જૂનો વિકલ્પ છે જ... માટલા. આ માટીના બેડા એટલા માટલામાં ભરેલું પાણી પીવાથી એટલા ફાયદા થાય છે કે તેને ચમત્કાર ગણીએ તો પણ ખોટું નહીં હોય. તે પાણીની તરસ તો છીપાવે જ છે પરંતુ સાથે સાથે પાણીના ગુણોને વધુ નિખારે પણ છે. માટલાનું પાણી ગુણકારી બની જાય છે અને અનેક બીમારીઓ સુદ્ધામાંથી બચવામાં મદદગાર સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લૂથી બચાવે છે
માટલાનું પાણી ફ્રીજના માણી કરતા લાખ દરજ્જે સારું હોય છે. સૌથી પહેલા તો તે તમને લૂથી બચાવે છે. માટીના વાસણોમાં રાખેલા પાણીમાં વિટામીન અને ખનીજ શરીરના ગ્લૂકોઝના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. ગરમીમાં લૂથી બચવું પડકારજનક હોય છે. પરંતુ માટલાનું પાણી તમને તેનાથી સરળતાથી બચાવી શકે છે. 


એસિડિટી અને પેટની સમસ્યાથી છૂટકારો
માટલાનું પાણી પીવાથી એસિડિટી અને પેટની સમસ્યાઓને દૂર રાખવામાં મદદ મળે છે. આ તેનો ઉત્તમ ફાયદો છે. અનેક લોકોને ગેસની સમસ્યા હોય છે. જે તેનાથી દૂર થઈ શકે છે. 


ઝેરી રસાયણો પેટમાં જતા નથી
ફ્રિજમાં બોટલ રાખીએ છીએ. બોટલ પ્લાસ્ટિકની હોય છે. પ્લાસ્ટિકની બોટલમાંથી ઝેરી રસાયણ પાણીમાં ભળે છે અને આપણા શરીરમાં પહોંચી જાય છે તથા શરીરને નુકસાન પહોંચાડે છે. ટેસ્ટોસ્ટેરોનનું સ્તર પણ ઓછું થઈ શકે છે. પરંતુ માટલાના પાણીથી આ બંને સમસ્યા દૂર રહે છે. માટલામાં પાણી વધુ શુદ્ધ બને છે. 


વજન ઓછું કરવામાં મદદરૂપ
આપણઆ શરીરના મેટાબોલિઝમમાં પણ સુધારો થાય છે. તેનાથી વજન પણ ઓછું થઈ શકે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. જેથી કરીને અનેક બીમારીઓ સામે રક્ષણ મળે છે. ફ્રિજના ઠંડા પાણીથી ગળામાં ઈન્ફેક્શનની ખરાશ થઈ શકે છે. પરંતુ માટલાના પાણીથી આવી સમસ્યા થતી નથી. 


સ્કિન માટે ફાયદાકારક
માટીમાં એન્ટીઈન્ફ્લેમેટરી તત્વો હોય છે. તેનાથી શરીરમાં દુખાવો પણ દૂર થઈ શકે છે. સ્કિન માટે ફાયદાકારક હોય છે. કારણ કે તેમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube