health benifits of eating curd: કહેવાય છેકે, દહીંમાં બદામ કરતાં વધુ પ્રોટીન હોય છે. તે પ્રોટીન અને પ્રોબાયોટિકનો સારો સ્ત્રોત છે. આ ઉપરાંત દહીંમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનો પણ વિપુલ માત્રામાં સ્ત્રોત હોય છે. જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. દહીં ખાવાનો એક ફાયદો એ પણ છે કે એનાથી મનને આરામ મળે છે અને તનાવ ઓછો થાય છે. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારા છે. આ ઉપરાંત જે લોકોને ભૂખ ઓછી લાગતી હોય અથવા કંઈપણ ખાવાનું મન ન થતું હોય તે લોકોને દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. દહીંમાં સંચળ મિક્સ કરીને ખાવાથી ભૂખ લાગે છે. દહીંમાં જીરું, મરી, સંચળ અને સિંધાલૂણ મિક્સ કરીને ખાવાથી અનેક બીમારીઓ દૂર થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાચનમાં ફાયદાકારક-
પ્રોટીન ઉપરાંત, દહીંમાં પ્રોબાયોટીક્સ પણ હોય છે, જે પાચન તંત્ર માટે ફાયદાકારક હોય છે. આ પ્રોબાયોટિક્સ આંતરડામાં સારા બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે, જે પાચનની સમસ્યાઓ ઘટાડે છે અને પાચનમાં સુધારો કરે છે. આજની ભાગદોડભરી જિંદગીમાં ખાવા-પીવામાં ધ્યાન આપી શક્તા નથી, જેના કારણે પેટમાં અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે, પેટની કોઈપણ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે દહીં અચૂક ખાવું જોઈએ.


ઇમ્યુનિટી બુસ્ટર-
ઇમ્યુનિટી વધારવા માટે દહીંનું સેવન કરો. દહીંમાં રહેલા બેક્ટેરિયા શરીરને ઝેરી તત્ત્વો સામે લડવામાં અને રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. દહીંમાં રહેલાં પોષક તત્ત્વો રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.


એનર્જી અને સ્ટેમિના વધે-
દહીંમાં રહેલાં પોષક તત્ત્વો શરીરની એનર્જી અને સ્ટેમિના વધારે છે. શારીરિક નબળાઈ દૂર કરવા માટે પણ દહીં એક સુપરફૂડ છે.


પ્રોટીન ભરપૂર-
દૂધની સરખામણી દહીંમાં પ્રોટીન હોય છે. શરીરમાં ઊર્જા વધારવા, ત્વચા અને વાળને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. શાકાહારી લોકો માટે દહીં પ્રોટીનનો બેસ્ટ વિકલ્પ છે.


હોર્મોન્સ-
હોર્મોન ઉત્પાદનમાં પ્રોટીન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દહીંનું નિયમિત સેવન હોર્મોનલ સંતુલન જાળવવામાં મદદ કરી શકે છે.


ત્વચા અને વાળ માટે-
ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે પણ પ્રોટીન મહત્વપૂર્ણ છે. દહીંમાં રહેલા પ્રોટીન અને અન્ય પોષક તત્વો ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે અને વાળને મજબૂતી આપે છે.


લિવરની સમસ્યામાંથી મળશે છુટકારો-
દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ સારા બેક્ટેરિયા શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવાનું કામ કરે છે, જે લિવર માટે ફાયદાકારક છે.


હાડકાં મજબૂત બને-
દહીંમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જેનાથી હાડકાં અને દાંત મજબૂત થાય છે. સાંધાના દુખાવામાં પણ દહીં ફાયદાકારક છે.


સ્થૂળતા ઓછી કરે-
દહીંમાં રહેલું પ્રોટીન અને કેલ્શિયમ સ્થૂળતા ઘટાડે છે. જે લોકોને વજન ઘટાડવું હોય તેમણે દહીંમાં ખાંડને બદલે સંચળ અથવા તો સિંધાલૂણ નાખવું જોઈએ. ફક્ત દહીં જ નહીં, પરંતુ છાશ પણ વજન ઘટાડવામાં મદદ કરે છે.


દહીં ખાતા ક્યારેય ના કરતા આવી ભૂલ-
આપણા દેશમાં દહીં લગભગ દરેક ઘરમાં ખાવામાં આવે છે, તેમ છતાં કેટલાક લોકોને ખબર નથી હોતી કે દહીં ખાવાનો યોગ્ય સમય કયો છે અથવા દહીં ક્યારે ખાવું જોઈએ. ખોટા સમયે દહીં ખાવાથી ફાયદાની બદલે નુકસાન થઈ શકે છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે દહીંનું સેવન રાત્રે ક્યારેય ન કરવું જોઈએ. રાત્રે દહીં ખાવાથી શરદી, ખાંસી, ગળામાં દુખાવો, તાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. સૂર્યાસ્ત પછી દહીંનું સેવન ન કરવું જોઈએ.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)