5 Habits Will Improve Health: સવારે આળસને ખંખેરી કરો આ 5 કામ, બોડી રહેશે હંમેશા ફ્રેશ
ઘણીવાર આપણને એવું લાગે છે કે ઉંઘમાંથી જાગ્યા પછી, જ્યારે આપણે નાસ્તો કર્યા પછી ઓફિસમાં જઈએ છીએ, ત્યારે કામ કરતી વખતે આપણને ઘણી ઉંઘ આવતી હોય છે. આ કારણે જ આપણે આપણી સવારની પ્રવૃત્તિઓનું યોગ્ય આયોજન કરી શક્તા નથી. આવો જાણીએ કે કેવી રીતે આપણે આપણી સવારને ખુશનુમા અને તાજગીભરી બનાવી શકીએ.
નવી દિલ્લીઃ ભારતીય ઘરોમાં મોટા ભાગે વડીલો પોતાના બાળકો સંસ્કાર આપે છે કે વહેલી સવારે ઉઠી જવું જોઈએ. જેથી મન પ્રકુલ્લિત રહે. તેમાં પણ જો વહેલી સવારે મોઢે સ્માઈલ હોય તો સંપૂર્ણ દિવસ ખુશનુમા રીતે પસાર થાય છે. સમગ્ર દિવસ ત્યારે જ શાનદાર રીતે પસાર થશે જો તમારું નિત્યક્રમ સ્વસ્થ હશે.
ઘણીવાર આપણને એવું લાગે છે કે ઉંઘમાંથી જાગ્યા પછી, જ્યારે આપણે નાસ્તો કર્યા પછી ઓફિસમાં જઈએ છીએ, ત્યારે કામ કરતી વખતે આપણને ઘણી ઉંઘ આવતી હોય છે. આ કારણે જ આપણે આપણી સવારની પ્રવૃત્તિઓનું યોગ્ય આયોજન કરી શક્તા નથી. આવો જાણીએ કે કેવી રીતે આપણે આપણી સવારને ખુશનુમા અને તાજગીભરી બનાવી શકીએ.
સવારના નિત્યક્રમમાં કેટલીક આદતો સામેલ કરવી જોઈએ જેથી દિવસભર શરીરની ઉર્જા જળવાઈ રહે અને થાક પણ ન લાગે. આમ કરવાથી આળસ તો દૂર થશે જ, પરંતુ શરીરનું મેટાબોલિઝમ અને પાચનક્રિયા પણ સારી રહેશે. ચાલો જાણીએ આ સારી આદતો વિશે.
1) મોર્નિંગ વોક-
સવારે ઉઠ્યા પછી તરત જ ઓફિસ જવાની ઉતાવળ કરતા લોકો થમી જજો. લોકોએ સવારે ઉઠ્યા બાદ લગભગ 20થી 30 મિનિટ ચાલવું અથવા જોગિંગ કરવું જોઈએ. તેમાં પણ બગીચામાં ઘાસના મેદાનમાં થોડીવાર ચાલવાથી શરીરને તાજી હવા તો મળશે જ, સાથે સાથે પગની કસરત થઈ જશે.
2) બેડ ટીની આદત છોડો-
વહેલી સવારે કેટલાક લોકો બેડ પર જ સવારની પહેલી ચા અથવા કોફી પીતા હોય છે. જે એક ખરાબ આદત છે. ખાલી પેટે ચા અથવા કોફી પીવાથી શરૂરમાં પરેશાનીઓ થઈ શકે છે.
3) પ્રોટીનયુક્ત નાસ્તો લેવો-
ઘણા લોકો સવારે પણ હાઈ કેલરી નાસ્તો અથવા ફાસ્ટ ફુડની સેવન કરતા હોય છે. આ ખાદ્ય પદાર્થો હાઈ કોલેસ્ટ્રોલથી ભરપુર હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. લોકોએ સવારે નાસ્તામાં ફણગાવેલા મગ, ચણા, બ્રાઉન બ્રેડ સાથે પીનટ બટર લેવું જોઈએ. જે પ્રોટીનથી ભરપુર હોય છે.
4) એક જ સમયે દરરોજ નીંદરમાંથી જાગવું-
સવારે ઊંઘમાંથી જાગવાનો સમય નક્કી કરી લેવો જોઈએ. જો તમે દરરોજ એક જ સમયે જાગશો તો તમારા શરીરનું ચક્ર જળવાઈ રહેશે. જો તમે તેને બદલો છો, તો માઈન્ડ ડિસ્ટર્બ થઈ જશે.
5) સવારે એક ગ્લાસ પાણી પીવો-
સવારે ઉઠતાની સાથે જ લોકોએ ચા-કોફી કરતા એક ગ્લાસ પાણી પીવાની આદત પાડવી જોઈએ. સમગ્ર રાત જો કોઈએ પાણી ન પીધુ હોય અને સવારે જો તે એક ગ્લાસ પાણી પીવે તો તે વ્યક્તિનું શરીર હાઈડ્રેટેડ રહે છે. સાથે જ વ્યક્તિના શરીરમાં ગેસની સમસ્યા રહેતી નથી.
(Disclaimer- અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. કૃપા કરીને તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)