Flaxseed Raita: ગરમીમાં Cool-Cool રહેવા માટે ખાઓ આ વસ્તુનું રાયતું, જાણી લો બનાવવાની રીત
નવી દિલ્લીઃ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેવામાં સલાહ આપવામાં આવે છે કે લોકો તરબુચ, શાકર ટેટી સહિતના ફ્રુટનું સેવન કરે. આ સાથે જ ઠંડક આપતી વસ્તુઓ જેવી કે જ્યુસ, કોલ્ડ્રીંક સહિતની વસ્તુઓ લેવી જોઈએ. તમામ વસ્તુઓમાં લોકોને તેમના ભોજન સાથે રાયતું લેવાની સલાહ આપવામાં આવે છે. ગરમીઓમાં ભોજન સાથે રાયતું લેવાથી શરીરને ઠંડક તો મળે જ છે પણ તેની સાથે અન્ય ઘણા ફાયદા પણ મળે છે. બુંદી રાયતું તો તમે ચાખ્યું જ હશે, પરંતુ શું તમે અળસીનું રાયતુ ચાખ્યું છે. આ ન માત્ર એક સરળ રેસિપી છે, જો કે તેની સાથે સ્વાદિષ્ટ પણ છે. આવો જાણીએ અળસીના રાયતાને બનાવવાની રીત.
આ એક એવી વાનગી છે જેને તમે આસાનીથી ઘરે બનાવી શકો છો. આ વાનગી બનાવવામાં વધારે સામગ્રીની જરૂર નહીં પડે. અળસીનું રાયતું બનાવવા માટે તમારે આ વસ્તુઓની જરૂર પડશે-અડધો નાનો કપ અળસી, 2 કપ દહીં, અડધી ચમચી શેકેલા જીરાનો પાઉડર, સ્વાદ અનુસાર નમક, અડધી નાની ચમચી મરી પાઉડર અને તાજી સમારેલી કોથમરી.
અળસીનું રાયતું બનાવવી રીત-
અળસીનું રાયતું બનાવવા માટે સૌથી પહેલા તમારે એક બોલમાં અળસીના બીજને પલાળી દેવા. હવે બીજા બોલમાં દહીંને કાઢી તેમાં તમામ સામગ્રી જેવી કે જીરું પાઉડર, મરી પાઉડર અને મીઠું નાખીને મીક્સ કરી લો. સરસ રીતે મીક્સ કર્યા બાદ તેમાં અળસીના બીજ નાખી ફરી મીક્સ કરો. તમે દહીંના મિશ્રણમાં અળસીના બીજને પણ પીસીને નાખી શકો. હવે તાજી સમારેલી કોથમરી નાખી રાયતાને ઠંડુ કરી સર્વ કરી શકો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, ચોક્કસપણે તબીબી સલાહ લો. ZEE ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)