Weight Loss Tips: ગરમીમાં સતત વધી રહયું છે વજન? જાણો કારણ અને ઉપાય
Weight Loss Tips in Summers: ઉનાળાની ગરમીમાં આપણી લાઈફસ્ટાઈલ અને ખોરાક પર ધ્યાન રાખવાની જરૂર છે. એવામાં અમે તમને જણાવીશું કે ઉનાળામાં વધતાં વજનને કેવી રીતે કાબુમાં કરી શકાય?
Weight Loss Tips in Summers: વધારે વજન એ બીમારીઓનું ઘર છે. એટલા માટે જો તમારું વજન વધારે છે તો ઘણી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. સાથે જ તમારા લૂકને પણ ખરાબ કરી દે છે. સામાન્ય રીતે ઉનાળામાં કેટલાક લોકોનું વજન વધતું જાય છે. ઉનાળામાં આપણે કોલ્ડડ્રિંક્સ, સોડા અથવા અન્ય ડ્રિંક્સનું સેવન કરીએ છીએ જેના કારણે આપણું વજન વધવા લાગે છે. ઉનાળામાં આપણી લાઈફસ્ટાઈલ અને ખોરાક પર ધ્યાન રાખવાની જરૂર હોય છે. આ સમયે આપણી પાચન ક્રિયા નબળી પડી જાય છે જેનાથી આપણા શરીરને ભોજન પચાવવામાં ઘણી સમસ્યા થાય છે. એટલા માટે અમે તમને અહીં જણાવીશું કે ઉનાળામાં વધતાં વજનને કેવી રીતે રોકી શકાય છે? ચાલો જાણીએ.
ઉનાળામાં વધતાં વજનને રોકવા કરો આ ઉપાય-
ઉનાળામાં 3 ભારે ખોરાક લેવાથી વજન વધી શકે છે. એટલા માટે યોગ્ય રહેશે કે તમે નાસ્તાના સમયે ભૂખ ન હોય તો સ્કિપ કરો અથવા તો નાસ્તામાં ફળ, શાકભાજી અને જ્યુસનું સેવન કરો.
ફળના જ્યુસના બદલે ફળ ખાવા જોઈએ-
મોટા ભાગે લોકો આ ઋતુમાં માત્ર ઠંડા મિલ્કશેક અને ફળોના રસનું સેવન કરે છે પરંતુ સૌથી યોગ્ય ઉપાય એ છેકે તમે ફળનું સેવન કરો. એટલા માટે તમે બપોરે લંચમાં ફ્રૂટ્સનું સેવન કરો.
ડિનર બાદ કંઈજ ન ખાઓ-
ઉનાળાના દિવસો લાંબા અને ગરમ હોય છે જ્યારે રાત નાની અને ઠંડી હોય છે. એટલા માટે લોકો મોડા ઊંઘે છે અને સાથે જ સાંજના અને રાતના સમયે બહાર સમય વિતાવે છે. લોકો ઉનાળા દરમિયાન રાતના સમયે ચંદ્રની ચાંદનીનો આનંદ પણ લે છે. એવામાં જો તમે રાતે મોડા સુઓ છો તો તમને કંઈક નાસ્તો કરવાની પણ ઈચ્છા થતી હશે. પરંતુ તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે 10 વાગ્યા બાદ તમે કંઈ ખાવું જોઈએ નહીં. જો તમે રાત્રે 10 અને 2 વાગ્યા વચ્ચે ભોજન કરો છો તો તમને અપચો થઈ શકે છે અને આ સમસ્યાના કારણે તમારું વજન વધે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરગથ્થું નુસ્ખા અને સામાન્ય જાણકારી પર આધારિત છે. અમલ કર્યા પહેલાં ચિકિત્સીય સલાહ જરૂર લો. ZEE NEWS આની પુષ્ટિ નથી કરતું.)