દાઢીમાં વારંવાર આવે છે ખંજવાળ? તો સાચવજો અને આ 7 વાતોનું રાખજો ખાસ ધ્યાન
નવી દિલ્લીઃ જો તમારી વધારેલી દાઢીવાળો લૂક રાખવો ગમે છે તો તેની દેખભાળ રાખવામાં પાછીપાની ન કરો. માથાના વાળની જેમ દાઢીના વાળનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂર હોય છે. જેથી સ્કિન ઈન્ફેક્શન ન થાય. જો તમારે વારંવાર દાઢીમાં ખંજવાળ આવે છે તો આ આર્ટિકલ તમારા માટે છે.
દાઢીના વાળને એંડ્રોજેનિક હેર કહેવામાં આવે છે. જેનો મતલબ એ છે કે તેમની ગ્રોથ ટેસ્ટોસ્ટેરોનના કારણે થાય છે. વધારે ટેસ્ટોસ્ટેરોન આ વાળની વધારે વૃદ્ધિ અને ગ્રોથનું કારણ હોય છે. જેના કારણે તમારા શરીર પર અન્ય વાળની તુલનાએ દાઢીના વાળની અલગથી સંભાળ રાખવી જરૂરી બને છે.
દાઢીમાં ખંજવાળ કેમ આવે છે?
દાઢીમાં આવતી ખંજવાળ પાછળનું કારણ પ્રાકૃતિક પ્રક્રિયાઓથી લઈને ગંભીર સંક્રમણ હોય શકે છે. દાઢી અથવા મુંછ વધવી, ડ્રાય સ્કિન, ઈનગ્રોન હેર, ફોલિક્યલાઈટિસ, સેબોરહાઈક ડર્મટાઈટિસ જેવી સમસ્યાઓ દાઢીમાં ખંજવાળનું કારણ બની શકે છે.
દાઢીમાં ખંજવાળનો ઉપાય કેવી રીતે કરી શકાય?
દાઢીમાં ખંજવાળ પાછળના અમુક કારણો સામાન્ય હોય છે. નિયમિત રીતે નાહવાથી અને ચહેરાની સ્વચ્છતાનું પૂરું ધ્યાન રાખવાથી તેને દૂર કરી શકાય છે. અન્ય કારણોમાં ખંજવાળની સારવાર માટે દવા અથવા વિશેષ એન્ટીબાયોટિક દવાઓની આવશ્યકતા હોય શકે છે.
સ્વચ્છતા અને દાઢીની દેખભાળઃ
તેલ, ગંદકી અને બેક્ટિરિયાના નિર્માણને રોકવા માટે પોતાના ચહેરા અને દાઢીને સાફ રાખો. અને આ વાતનું ખાસ પાલન કરોઃ
- દરરોજ સ્નાન કરો, દિવસમાં ઓછામાં ઓછા એકવાર
- જો તમે કોઈ કારણથી નાહી નથી રહ્યા તો દાઢીને હળવા ગરમ પાણીથી દરરોજ ધોવો.
- ફેસ વોશ અથવા તો બિયર્ડ વોશનો ઉપયોગ કરો, જે ખાસ કરીને દાઢીના વાળ માટે બનેલું હોય છે.
એવા બિયર્ડ કંડિશનરનો ઉપયોગ કરો જેમાં જોજોબા ઓયલ અથવા તો ઓર્ગન ઓયલ હોય. જે તમારી દાઢીના વાળને પ્રાકૃતિક રીતે ઓયલી રાખે.
- જ્યારે પણ દાઢીના માટે નવું તેલ અથવા તો કંડિશનરનો ઉપયોગ કરો તો પૈચ ટેસ્ટ જરૂરથી કરો. જેનાથી તમને કોઈ પ્રકારની એલર્જી ન થાય.
- વધારે વાર સુધી ન ન્હાવ અને વધારે ગરમ પાણીથી પણ ન ન્હાવ.
- જ્યારે પણ તમે શેવ કરો અથવા દાઢીને ટ્રિમ કરો ત્યારે પ્રાકૃતિક ઓફ્ટરશેવ વોશનો ઉપયોગ કરો.