નવી દિલ્લીઃ શું તમે જાણો છો કે વધુ પડતું ઉંધવું અનેક પ્રકારની બીમારીને આમંત્રણ આપે છે. જેમાં ડાયબિટીઝથી લઈને વજન વધવું છે સામેલ. સૌ કોઈ જાણે છે કે, જે રીતે તમારા શરીરને ખોરાકની જરૂર હોય છે, તેવી જ રીતે તમારા શરીરને ઓછામાં ઓછી 7-8 કલાકની ઉંઘ પણ જરૂરી છે. પણ કેટલાક લોકો જરૂરતથી વધું ઉંઘ લે છે, પરંતુ શું તમે જાણો છો આવું કરવાથી તમે ગંભીર પ્રકારની બીમારીઓને નોત્રી રહ્યા છો. વજન વધારાથી લઈને ટેન્શન જેવી બીમારીઓ વધું ઉંઘવાથી થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધી શકે છે વજન-
જે લોકો 24 કલાકમાં 12થી 15 કલાકની ઉંઘ લે છે, એવા લોકો સાવધાન થઈ જાવો. કેમ કે આવું કરવાથી તમારૂ વજન વધી શકે છે. જો તમે સુતા રહો છો તો શરીરની કેલોરી બર્ન થતી હોય છે. આ દરમિયાન શરીર કોઈ ફિઝીક્લ એક્ટિવીટી નથી કરતું હોતું.


વધે છે ટેન્શન-
વધારે ઉંઘવાથી તમારૂ મગજ કોઈ પણ પ્રકારનું કામ નથી કરતું. તેવામાં ટેન્શન વધવાનો ખતરો છે. દિવસ દરમિયાન વધારે ઉંઘવાથી તમારી હેલ્થ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.


થઈ શકે છે આ બીમારી-
- વધુ ઉંઘવાથી ટાઈપ 2 ડાયબિટીઝની સમસ્યા થઈ શકે છે. સાથે જ હાર્ટ અટેકનો ખતરો પણ વધી શકે છે.


- કબ્જીયાતની સમસ્યા પણ થઈ શકે છે. એટલે જો તમે વધુ ઉંઘતા હોવ તો આ આદત બદલી નાખો.


- વધુ સમય સુધી એક જ અવસ્થામાં રહેતા બેકપેન પણ શરૂ થઈ શકે છે. જો તમે પણ આવું કરી રહ્યા છો તો તમારે પણ વધારે કલાકો ઉંઘ લેવાનું ઓછું કરવું પડશે.