શિયાળાની ઠંડીમાં તાપણું સ્વાસ્થ્ય માટે છે નુકસાનકારક?, થઈ શકે છે આ ગંભીર બિમારી
Heat Side Effects: શિયાળામાં દરેક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરે છે અને ઠંડીથી આંશિક રાહત મેળવે છે. પરંતું શું તમે જાણો છો આ તાપણું કરવાથી સ્વાસ્થયને કેટલું નુકસાન થાય છે...જો તમે નથી જાણતા તો તમારે જાણવું જરૂરી છે આ ગંભીર બિમારી વિશે...
Side Effects Of Fire: શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે સ્વેટર પહેરવું પૂરતું નથી. ઠંડી એટલી પ્રબળ બની રહી છે કે તેને ગરમ કપડાથી રોકવી મુશ્કેલ છે. જેથી લોકો તાપણું કરીને શિયાળામાં આંશિક રાહત મેળવે છે..તાપણા પાસે બેસવાની એટલી મજા આવે છે કે ઉઠવાનું મન થતું નથી. હાથ-પગને તાપણામાં શેકવાથી શરીર ઠંડા પવનના પ્રકોપથી બચી જાય છે, પરંતુ આમ કરવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. વધુ પડતી ગરમીને કારણે થોડું નુકસાન થઈ શકે છે.
1) લોહીની કમી-
આગમાંથી નીકળતા ધુમાડાથી કાર્બન ડાયોક્સાઇડનું સ્તર વધે છે, જેથી ઓક્સિજનનું સ્તર ઘટી જાય છે. આનાથી શરીરમાં લાલ રક્તકણોની સંખ્યા ઘટી શકે છે.
2) ત્વચાની સમસ્યાઓ-
વધુ પડતું તાપણું કરવાથી ત્વચાને પણ અસર થઈ શકે છે. ત્વચામાં શુષ્કતા આવી શકે છે. ખરજવું અને સોરાયસીસ જેવા રોગોથી પીડિત દર્દીઓએ આગમાં તાપવાનું ટાળવું જોઈએ.
3) શ્વાસની સમસ્યા-
જો તમે વધુ ગરમી માટે રૂમમાં હીટર રાખો છો, તો તે શ્વસનતંત્રને અસર કરી શકે છે અને શ્વસન સંબંધી રોગોનું કારણ બની શકે છે. વધારે ગરમીથી ઓક્સિજનનું સ્તર ઘટે છે અને તે શ્વાસને અસર કરે છે.
4) આંખને નુકસાન-
આંખોને નુકસાન થઈ શકે છે. આગમાંથી નીકળતો ધુમાડો આંખો માટે હાનિકારક છે. તેનાથી આંખોની રોશની પર ખરાબ અસર પડી શકે છે.
આ બાબતો ધ્યાનમાં રાખો-
જો તમે ઠંડીથી બચવા તાપણું કરો છો તો તેનાથી પૂરતું અંતર રાખો. બીજા રૂમમાં સ્ટવ અથવા હીટર રાખવાનું ટાળો. આનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.