નવી દિલ્હી : ફેશન (Fashion)ના આ સમયમાં ઘણીવાર ખોટી ઘેલછા જીવ લઈ લે છે. હાલમાં દિલ્હીમાં ફેશનને કારણે એક વ્યક્તિ મોતના મોંમાં પહોંચી ગઈ હતી. અહીં 30 વર્ષની સૌરભ શર્મા નામની વ્યક્તિ ટાઇટ જિન્સ (Jeans)ના કારણે હાર્ટ એટેક (Heart attack)નો ભોગ બની હતી. ટાઇટ ફિટિંગવાળું જિન્સ પહેરીને સતત આઠ કલાક સુધી ડ્રાઇવિંગ કરવાને કારણે સૌરભને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી પ્રમાણે સૌરભ 10 ઓક્ટોબરે દિલ્હીથી હૃષિકેશ ફરવા માટે નીકળ્યો હતો. સતત 6 કલાક ડ્રાઇવિંગ કર્યા પછી સૌરભને પગમાં દુખાવો થવા લાગ્યો. આ પછી દુખાવો અને સોજો વધી જતા સૌરભે પેઇનકિલર દવાઓ ખાઈને ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લીધી. જોકે 2 દિવસ 12 ઓક્ટોબરે ઓફિસ જવા નીકળેલા સૌરભને શ્વાસ લેવામાં સમસ્યા થવા લાગી. સૌરભને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડતા ખબર પડી કે તેનું બ્લડપ્રેશર બહુ ઓછું હતું. ડોક્ટર છાબડાએ માહિતી આપી કે લગભગ હાર્ટ ફેઇલ્યોર જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. સૌરભને તાત્કાલિક બ્લડ ક્લોટ માટેની દવા આપવામાં આવી હતી.


આ મામલાની તપાસ કરતા ડોક્ટરોને માહિતી મળી હતી કે લાંબા સમય સુધી ટાઇટ કપડામાં બેસી રહેવાને કારણે સૌરભના પગનું લોહી જામી ગયું હતું. આ જામેલા લોહીમાંથી બ્લડ ક્લોટ હૃદય સુદી પહોંચી ગયો હતો. આ મામલે ડોક્ટર નવીન ભાંભરી કહે છે કે જે લોકોનું વજન વધારે છે અથવા તો બહુ સિગારેટ ફુંકે છે તેમને આ સમસ્યા થવાના ચાન્સ સૌથી વધારે હોય છે. લોહી જામવાથી થતી આ બીમારીને પલ્મનરી અમ્બોલિઝમ કહે છે. વધારે પડતું ટાઇટ જિન્સ લાંબો સમય પહેરવાથી એસિડિટી અને બ્લડ ક્લોટ થવાની સમસ્યા થઈ શકે છે. 


LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube