ઝી મીડિયા/બ્યૂરો: મગની દાળનો ખોરાક તરીકે અનેક ફોર્મમાં ઉપયોગ કરી શકો છો. દાળ સિવાય તમે તેની ખિચડી, હલવો અથવા ભજીયા બનાવો છો. પરંતુ શું તમે મગની દાળના સૂપ વિશે જાણો છો જેનાથી સ્વાસ્થ્યલક્ષી અનેક ફાયદા પણ છે. અને તેનો ટેસ્ટ પણ છે લાજવાબ. મગની દાળના સૂપના અનેક ફાયદા છે અને તેને જાણવા પણ જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોષક તત્વોથી ભરપૂર મગની દાળ
દાળમાં મગની દાળ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. બીમાર વ્યક્તિને મગની દાળની ખીચડી અથવા બાફેલી મગની દાળ આપી દેવાય તો તે જલદી જ પથારીમાંથી ઉભો થઈ જાય છે. મગની દાળમાં ભરપૂર પોટેશિયમ,મેગ્નેશિયમ, આર્યન અને કોપર જેવા ખનીજ તત્વો હોય છે. આ સિવાય તેમાં ઉચ્ચ ગુણવત્તાના પ્રોટીન સિવાય ફોલેટ, ફાઈબર, અને વિટામીન બી-6 હોય છે. મગની દાળ ખાવાથી આપણા શરીરને કેલરીમાં પણ વધારો નથી થતો.


મગની દાળના સૂપના કેટલાક ફાયદા
1) મગની દાળમાં એન્ટી ઈફ્લેમેટરી ગુણ હોય છે. જે ગેસને શરીરમાં જમા થવાથી અટકાવે છે. આ સિવાય તે પચાવવામાં પણ સરળ સાબિત થાય છે.
2) મગની દાળમાં આયરન લાલ રક્ત કોશિકાઓના યોગ્ય ઉત્પાદનમાં મદદ કરે છે. આ એનીમિયાને રોકે છે અને શરીરમાં સમગ્ર રક્ત પરિસંચરણમાં સુધારો લાવે છે.
3) મગની દાળમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછું હોય છે. જે શરીરમાં ઈન્સ્યુલિન, રક્ત શર્કા અને વસાના સ્તરને ઓછુ કરવામાં મદદ કરે છે. બદલામાં રક્ત શર્કરા અથવા બ્લડ શુગરના સ્તરને નિયંત્રણમાં રાખવા મધુમેહને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
4) આ પોટેશિયમમાં પણ સમૃદ્ધ છે. જે નિમ્ન રક્તચાપમાં મદદ કરે છે અને સ્નાયુઓમાં થતાં દુખાવાથી બચાવે છે.


મગની દાળનો સૂપ બનાવવાની પધ્ધતિ
જો તમને કઈક હળવુ અને હેલ્ધી ખાવાની ઈચ્છા છે તો મગની દાળનો સૂપ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. તમે બપોરના લંચ અથવા ડિનર સમયે લેશો તો તે પચવામાં ઘણું જ સરળ રહેશે.


મગની દાળને ધોઈને 30 મિનિટ માટે પલાણી લો
બાદમાં પ્રેશર કુકરમાં ગળે નહીં ત્યા સુધી ઉકાળો
બાફી ગયા બાદ મગની દાળને બરાબર મેશ કરી લો
થોડું ઘી, રાઈ, જીરુ, હીંગ અને હળદરનો વઘાર તૈયાર કરો
આ વઘારમાં મેશ કરેલી મગની દાળ અને સ્વાદ અનુસાર મીઠું નાખો
બસ તૈયાર થઈ ગયો તમારી મગની દાળનો સૂપ
તમે વધુ સ્વાદ લાવવા તેમાં લસણ, મીઠા લીમડાનો વઘાર પણ કરી શકો છો. સાથે જ ઉપરથી કોથમીર અને લીંબુ નીચોવી શકો છો.