ખાવાનો સમય અને બેસવાની શૈલી પણ પેટ પર અસર કરે છે, આ રીતે દૂર થશે કબજિયાત
Digestive Health tips : આયુર્વેદ અનુસાર ખાવા-પીવાની રીત પણ સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. તેવામાં ભોજન કરવા સમયે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે. તેનાથી આપણે પેટની બીમારીથી છુટકારો મળે છે. આવો જાણીએ ભોજનના નિયમ...
Better Digestion Tips : પેટ સાથે જોડાયેલી સમસ્યા આજકાલ સામાન્ય થઈ ગઈ છે. બદલતી લાઇફસ્ટાઇલને કારણે આ સમસ્યા વધી રહી છે. શિયાળામાં સમસ્યા વધવા લાગે છે. તેથી પેટને સ્વસ્થ રાખવા માટે સારૂ ભોજન જરૂરી છે. સારૂ ભોજન પાચન સાથે જોડાયેલી સમસ્યા દૂર કરે છે. આયુર્વેદ અનુસાર ખાવા-પીવાની રીત પણ સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. તેવામાં ખાવા સમયે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. તેનાથી પેટ સાથે જોડાયેલી બીમારીથી છુટકારો મળે છે. આવો જાણીએ ભોજનના નિયમ...
આરામથી ભોજન કરો
ભોજન આરામની મુદ્રામાં અને આરામથી બેસીને કરવું જોઈએ.
ટીવી અને કમ્પ્યુટરથી દૂર રહો
ભોજન કરવા સમયે ટીવી ન જોવો, ન કોઈ પુસ્તક વાંચો કે ન લેટટોપ કે ફોનનો ઉપયોગ કરો...
યોગ્ય માત્રામાં ભોજન કરો
યોગ્યા માત્રામાં ભોજન કરવું જોઈએ. દરેકના પેટની જરૂરીયાત અલગ હોય છે. એટલે તમારા પેટ પ્રમાણે ખાવો. જેટલી ભૂખ લાગી હોય એટલું જ ભોજન કરવું જોઈએ.
આ પણ વાંચોઃ Tour Package: રામ મંદિરના થઇ ગયા દર્શન, હવે કરો લંકાની તૈયાર, IRCTC એક કરી વ્યવસ્થા
ખુબ ઠંડુ કે ગરમ ન ખાવો
ગરમ ભોજન તે કરો જે તત્કાલ બનેલું હોય. પેટને સ્વસ્થ રાખવા માટે ફ્રિઝમાં પડેલા ભોજન ખાવાથી દૂર રહેવું જોઈએ.
ભોજનની તાસીરનું ધ્યાન રાખો
વિપરીત તાસીરની વસ્તુનું એક સાથે સેવન ન કરો. ઉદાહરણ માટે ફળની ઉપર કે સાથે દૂધનું સેવન ન કરો. દૂધ અને ચિકન એક સાથે ન આરોગો.
ધીમે ધીમે ભોજન
ભોજન કરવા સમયે ઉતાવળ કરવી નહીં. આરામથી ચાવી ચાવીને ભોજન કરો. ભોજન પચાવવા માટે ભોજન સારી રીતે ચાવીને કરવું જરૂરી છે.
ધ્યાન રાખો કે એક ચોક્કસ સમયે ભોજન કરો. દરરોજ જુદા જુદા સમયે ભોજન કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે.
ડિસ્ક્લેમરઃ સામાન્ય માહિતીના આધારે આ જાણકારી આપવામાં આવી છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંત પાસે વધુ જાણકારી મેળવી શકો છો.