Health Tips: ઠંડી લાગતી આ 5 વસ્તુ ફાયદા કરતાં વધારે કરે છે નુકસાન, વધારે છે શરીરમાં ગરમી
Worst foods For Summer: ગરમીના દિવસોમાં શરીરને ઠંડક આપે તેવા ફૂડ ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ઠંડી લાગતી આ પાંચ એવી વસ્તુઓ છે જે હકીકતમાં શરીરમાં ગરમી વધારે છે. એટલે કે આ વસ્તુઓ શરીરને ગરમ પડે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ વધારે છે.
Worst foods For Summer: ગરમીના દિવસોમાં આહાર પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. કારણ કે આ સિઝન દરમિયાન સ્વાસ્થ્ય ઝડપથી ખરાબ થઈ શકે છે. ગરમીના દિવસોમાં શરીરને ઠંડક આપે તેવા ફૂડ ખાવાની સલાહ આપવામાં આવે છે. ઉનાળા દરમિયાન મોટાભાગના લોકો આઈસ્ક્રીમ કોલ્ડ્રીંક જેવી ઠંડી વસ્તુઓનું સેવન પણ વધારે પ્રમાણમાં કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ઠંડી ઠંડી વસ્તુઓ તમારા શરીરને નુકસાન કરે છે ? ઠંડી લાગતી આ પાંચ એવી વસ્તુઓ છે જે હકીકતમાં શરીરમાં ગરમી વધારે છે. એટલે કે આ વસ્તુઓ શરીરને ગરમ પડે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ વધારે છે. ચાલો તમને જણાવીએ એવી પાંચ વસ્તુઓ વિશે છે શરીરમાં ગરમી વધારવાનું કામ કરે છે.
આઈસ વોટર
આયુર્વેદમાં બરફવાળા પાણી ને નુકસાનકારક માનવામાં આવ્યું છે. મોટાભાગના લોકો ગરમીથી રાહત મેળવવા માટે બરફના પાણીનો જ ઉપયોગ કરે છે પરંતુ હકીકતમાં ઠંડુ પાણી પીવાથી પાચન અગ્નિ શાંત રહે છે અને તેનાથી ખાધેલો ખોરાક બરાબર પચતો નથી. સાથે જ શરીરને જરૂરી પોષક તત્વો પણ મળતા નથી.
આ પણ વાંચો:
કુદરતના ખોળે વસેલી આ જગ્યાઓ છે સોમનાથથી સાવ નજીક, આ બીચ તો ગોવાને પણ ટક્કર મારે તેવો
Hair Growth Tips: વાળને ઝડપથી કરવા હોય લાંબા તો આ 4 તેલમાંથી કોઈ એકનો કરો ઉપયોગ
Benefit Of Ghee: ત્વચાની સુંદરતા વધારવા માટે બેસ્ટ છે ઘી, આ રીતે કરો ઉપયોગ
આઇસ્ક્રીમ
આઇસ્ક્રીમ એવી વસ્તુ છે જે ઉનાળામાં દરેક ઘરમાં સૌથી વધુ ખવાય છે. રાતના સમયે મોટાભાગના લોકો પરિવાર સાથે બેસીને આઈસ્ક્રીમ નો આનંદ માણે છે. પરંતુ આઈસ્ક્રીમ ખાવાથી પણ પાચનતંત્ર અને નુકસાન થાય છે. વળી તેનાથી શરીરમાં ફેટ અને સુગરનું પ્રમાણ પણ વધે છે. આઇસ્ક્રીમનું વધારે સેવન કરવાથી પાચન અગ્નિ નબળી પડી જાય છે અને પાચન ક્રિયા ધીમી થઈ જાય છે.
લીંબુ
લીંબુનો ઉપયોગ પણ ઉનાળા દરમિયાન વધારે થાય છે. ઉનાળા દરમિયાન લીંબુની માંગ પણ વધી જાય છે. પરંતુ લીંબુ શરીરમાં ગરમી વધારવાનું કામ કરે છે કારણ કે તેની તાસીર ગરમ હોય છે. લીંબુનું વધારે સેવન કરવાથી છાતીમાં બળતરા એસીડીટી અને ત્વચા સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે.
દહીં
આયુર્વેદમાં દહીંને પણ ગરમ તાસીર વાળું કહેવામાં આવ્યું છે. ઉનાળા દરમિયાન દહીંનું સેવન કરો તો તે સરળતાથી પચતું નથી. તેનાથી પેટ ભારી લાગે છે અને અપચો પણ થઈ શકે છે.
ટામેટા
આયુર્વેદમાં ટમેટાને પણ ગરમ તાસીરની વસ્તુ કહેવામાં આવી છે. ઉનાળા દરમિયાન ટામેટા નું વધારે સેવન કરવાથી શરીરમાં પિત્ત દોષ વધે છે અને શરીરમાં ગરમી પણ વધી જાય છે. ઉનાળામાં ટામેટાનું સેવન કરવાથી એસિડિટી, છાતીમાં બળતરા અને ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)