આ રીતે બનાવો દહીંવડાને હેલ્ધી, સ્વાસ્થ્ય લાભની સાથે મળશે મોંમાં પાણી લાવતો ટેસ્ટ
Dahi Vada Recipe: કેટલાક લોકો હેલ્થ કોન્શિયસ હોવાના કારણે આ ચટપટી વાનગીથી દૂર રહે છે. જો તમે પણ હેલ્ધી ખાવા માંગો છો અને દહીંવડાનો ચટાકો લેવો છો તે અમે તમાારા માટે ખાસ રેસિપી લઈને આવ્યા છીએ.
Dahi Vada Recipe: દહીંવડા નામ સાંભળતા સૌના મોઢામાં પાણી આવી જાય. પરંતુ કેટલાક લોકો હેલ્થ કોન્શિયસ હોવાના કારણે આ ચટપટી વાનગીથી દૂર રહે છે. જો તમે પણ હેલ્ધી ખાવા માંગો છો અને દહીંવડાનો ચટાકો લેવો છો તે અમે તમાારા માટે ખાસ રેસિપી લઈને આવ્યા છીએ. જે હેલ્થ અને ટેસ્ટનું કોમ્બિનેશન છે. ખાવામાં આ દહીંવડા એટલા જોરદાર લાગે છે કે ખાનાર વ્યક્તિને જલસો પડી જાય છે. દહીંવડાનો હેલ્ધી ટ્વીસ્ટ એ છે કે આ વાનગીમાં તમારે વડાને તળવા નહીં પડે. તળ્યા વિના વડા તૈયાર કરવાના છે અને તેનો ટેસ્ટ જોરદાર લાગે છે.
આ પણ વાંચો:
Recipe: કેરીનું અથાણું બનાવતી વખતે ફોલો કરો આ ટીપ્સ, વર્ષ સુધી નહીં થાય ખરાબ
ગુણકારી એવી મગફળીનું આ શાક કરો ટ્રાય, નાના-મોટા સૌ કોઈની દાઢે વળગશે સ્વાદ
મોઢામાં પાણી આવી જાય તેવી Restaurant Style Dal Makhani બનાવવાની જાણો રેસિપી
હેલ્ધી દહીંવડા માટે જરૂરી સામગ્રી
3 સ્લાઈસ બ્રાઉન બ્રેડ
3 મોટી ચમચી દૂધ
1 કપ દહીં
1/4 ચમચી સંચળ
1/2 નાની ચમચી લાલ મરચાનો પાવડર
1/2 ચમચી જીરાનો પાવડર
1 મોટી ચમચી આમલીની પેસ્ટ
1 કોથમીર
2 મોટી ચમચી ખમણેલું ગાજર
હેલ્ધી દહીંવડા બનાવવાની રીત
સૌથી પહેલા દહીંમાં થોડું મીઠું ઉમેરો અને તેને સારી રીતે હલાવો જેથી એકરસ થઈ જાય. ત્યારબાદ એક અલગ બાઉલમાં બ્રેડના ટુકડામાં જરૂરી હોય એટલું દૂધ ઉમેરો અને તેને મસળી સ્મૂધ પેસ્ટ બનાવો. ત્યારબાદ હાથમાં તેલના થોડા ટીપાં લગાવી તેને મસળી સાઈડમાં રાખો.
હવે બ્રેડના મિશ્રણમાંથી નાના-નાના બોલ બનાવી લો અને તેને અલગ સર્વિંગ બાઉલમાં રાખો. બ્રેડ બોલ્સ પર દહીં રેડો અને બ્રેડ બોલ્સને દહીંમાં પલાળવા દો. 5 મિનિટ પછી હવે તેના પર સંચળ, લાલ મરચું પાવડર, આમલીની પેસ્ટ, જીરું પાવડર, છીણેલું ગાજર અને કોથમીર ઉમેરી સર્વ કરો.