90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી, ત્યારે આવે છે વધુ હાર્ટ એટેક
સ્નાન કરવાથી શરીરની ગંદકી દૂર થાય છે અને શરીર ફ્રેશ થાય છે. પરંતુ ઠંડીમાં ખોટી રીતે ન્હાવા પર હાર્ટ એટેકનો ખતરો પણ વધી જાય છે. ડોક્ટરે જણાવ્યું કે ઠંડીની સિઝનમાં સ્નાન કરવાની રીત શું છે અને સૌથી પહેલા ક્યા પાણી નાખવું જોઈએ.
નવી દિલ્હીઃ શિયાળામાં હાર્ટ એટેકના કેસ વધુ જોવા મળે છે. તેમાં ઘણીવાર લોકોને બાથરૂમની અંદર હાર્ટ એટેક આવી જાય છે. જેમાં ઘણા લોકોનો જીવ બચી શકતો નથી. સ્નાન કરવાની ખોટી રીત તેની પાછળ કારણ હોઈ શકે છે અને આશરે 90 ટકા લોકો આજ રીતે સ્નાન કરે છે.
ઠંડીમાં, રક્તવાહિનીઓ સંકોચાય છે અને હૃદયને લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. તેનાથી હૃદય પર તણાવ વધે છે અને હાર્ટ એટેક આવી શકે છે. કોલેસ્ટ્રોલની સમસ્યા આ જોખમને વધારે છે.
આ સિઝનમાં સ્નાન કરતી વખતે ભૂલ કરવી મોંઘી સાબિત થઈ શકે છે. ડોક્ટર નિશાંત ગુપ્તાનું કહેવું છે કે ગરમ પાણી પણ આ ખતરાથી બચાવી શકતું નથી. ઠંડા કે ગરમ પાણીથી સ્નાન કરો, જો પદ્ધતિ યોગ્ય ન હોય તો હંમેશા ભય રહેશે.
શિયાળામાં ન્હાવાની સાચી રીત
માથામાં પાણી નાખવું ભૂલ
જ્યારે કોઈ સ્નાન કરવા જાય છે તો સૌથી પહેલા માથા પર પાણી નાખે છે અને આ ભૂલ થઈ જાય છે. જે લોકો શાવરથી સ્નાન કરે છે તે આ ભૂલ કરતા હોય છે. માથા પર પાણી નાખવાથી હાર્ટ એટેકનો ખતરો અનેક ગણો વધી જાય છે.
સ્નાન કરવાની બેસ્ટ રીત
ડોક્ટર કહે છે કે પાણી ઠંડુ હોય કે ગરમ, પરંતુ ઠંડીમાં સીધુ માથા પર પાણી ન નાખવું જોઈએ.
સૌથી પહેલા થોડું પાણી પગમાં રેડો અને ઘસો.
ત્યારબાદ પેટ પર પાણી નાખી ઘરો પછી છાતી પર ઘસો.
ત્યારબાદ માથા પર પાણી નાખવું જોઈએ.
આ પણ વાંચોઃ આ નાના બીજ છે ડાયાબિટીસ અને વજન ઘટાડવાનું સુપર ફૂડ, જાણો ખાવાની સાચી રીત
આ રીતે બચશે જીવ
ડોક્ટરનું કહેવું છે કે ઠંડીમાં સ્નાન કરવાની આ રીત શરીરની અંદર એક પ્રકારનું થર્મોસ્ટેટ બનાવે છે. જે શરીરનું તાપમાન સામાન્ય રાખે છે. મહત્વનું છે કે થર્મોસ્ટેટ એક ડિવાઇસ છે જેનો ઉપયોગ તાપમાન કંટ્રોલ કરવા માટે કરવામાં આવે છે.
આ લોકો રહે સાવધાન
જે લોકોને કોલેસ્ટ્રોલ કે ડાયાબિટીસ છે તેણે સંભાળીને સ્નાન કરવું જોઈએ. ઠંડીમાં પગમાં દુખાવો રહેવો, થાક, છાતીમાં દુખાવા જેવી સમસ્યા હાર્ટની ખરાબ હેલ્થ વિશે ઇશારો કરે છે. ત્યારબાદ હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.