Heart Attack Risk: છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરમાં હાર્ટ એટેક આવ્યાની ઘટનાઓ સતત વધી રહી છે. આવી સ્થિતિમાં હેલ્ધી લાઈફ સ્ટાઈલને અપનાવીને તમે હૃદયની સમસ્યાઓથી બચી શકો છો. હાર્ટ એટેક દુનિયાભરમાં પુરુષો અને મહિલાઓ બંનેના મોતના મામલામાં પહેલા નંબર પર આવે છે. હાર્ટ અટેક પહેલા લોકો કોરોનરી ડીસીઝનો શિકાર થાય છે. જેનું મુખ્ય કારણ લોકોને બદલતી લાઈફસ્ટાઈલ છે. લાઈફસ્ટાઈલના કારણે હાર્ટ સંબંધિત સમસ્યા થવાનું જોખમ અનેક ઘણું વધી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 3000 વર્ષ જૂની છે નેલ આર્ટ સ્ટાઇલ, જાણો સૌથી પહેલા કોણે કરી નેલ આર્ટની શરૂઆત


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર કોરોનરી આર્ટરી ડીસીઝ, હાર્ટ અટેક અને હાઈ બ્લડ પ્રેશર સંબંધિત બીમારીઓ 45% મોતનું કારણ હોય છે. જ્યારે શ્વાસ સંબંધિત રોગના કારણે 22% મોત અને કેન્સરના કારણે 12% મોત તેમજ ડાયાબિટીસના કારણે ત્રણ ટકા લોકોના મોત થાય છે. 


કેવી રીતે અટકાવવા હાર્ટ એટેક


નાની ઉંમરમાં આવતા હાર્ટ એટેકની ઘટનાઓમાંથી 80 ટકા જેટલી ઘટનાઓ એવી હોય છે જેને સમય રહેતા અટકાવી શકાય તેમ હોય છે. પરંતુ જરૂરી છે કે તેના ઉપાય ઝડપથી કરવામાં આવે. જેમકે નાની ઉંમરમાં ધુમ્રપાન જેવા વ્યસનથી બચવું, નિયમિત સ્વસ્થ આહાર લેવો, કસરત કરવી, ઉંમર અનુસાર યોગ્ય વજન જાળવી રાખવું, બ્લડ પ્રેશર અને બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવું, બેડ કોલેજ રોડ નું સ્તર મેન્ટેન કરવું. 


આ પણ વાંચો: White Hair:સફેદ વાળને મૂળમાંથી કાળા કરશે રસોડાની આ વસ્તુઓ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


હાર્ટ ડિસીઝનું મુખ્ય કારણ


સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યા ત્યારે થાય છે જ્યારે ધમનીઓની દીવાલ પર ચરબી, કોલેસ્ટ્રોલ અથવા તો અન્ય પદાર્થોનું નિર્માણ વધી જાય છે. આવી વસ્તુઓનું નિર્માણ નાની ઉંમરમાંથી થવા લાગે છે અને તે ધમનીઓને ધીરે ધીરે બ્લોક કરે છે. જેના કારણે હૃદય શરીર માટે પર્યાપ્ત રક્ત પંપ કરી શકતું નથી. આ સ્થિતિથી હૃદય અને રક્તવાહિની સંબંધિત વિવિધ બીમારીઓ શરૂ થાય છે.


હૃદય રોગના લક્ષણો


ડોક્ટર જણાવે છે કે હૃદયની સમસ્યા હોય તો તમને કસરત કરતી વખતે છાતીમાં દુખાવો અનુભવાય છે, આ સિવાય શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને પરસેવો આવે છે, ઘણી વખત ગભરામણ થાય છે.


આ પણ વાંચો: Lifehacks: બેગ, જેકેટ કે પેન્ટની ખરાબ થયેલી ઝીપરને 4 સરળ રીતે કરો ઘરે જ રીપેર


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)