White Hair: બદલતી લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ખાણીપીણીની આદતોના કારણે વાળને લગતી સમસ્યાઓ નાની ઉંમરમાં થવા લાગે છે. જેમાં સફેદ વાળની સમસ્યા સૌથી વધારે જોવા મળે છે. 20-25 વર્ષના યુવાનો પણ આ સમસ્યાથી પરેશાન હોય છે. નાની ઉંમરમાં જ્યારે વાળ સફેદ થવા લાગે તો તેને છુપાવવા માટે હેર ડાઈ કે કલર કરવામાં આવે છે. પરંતુ વારંવાર કલર કરવાથી વાળ બેજાન થઈ જાય છે અને વધારે પ્રમાણમાં ખરવા લાગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વારંવાર વાળને કલર કરાવવાની ઝંઝટમાંથી તમારે બચવું હોય તો તમે કેટલીક નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરીને વાળને કાળા કરી શકો છો. દરેક ઘરના રસોડામાં ઉપલબ્ધ આ વસ્તુઓ વાળને કુદરતી રીતે કાળા કરે છે. જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તમારે સફેદ વાળને છુપાવવા માટે કલર કે ડાય નહીં કરવી પડે.


આ પણ વાંચો:


Storage Tips: ફ્રિજ વિના પણ કેળાને દિવસો સુધી રાખી શકો છો ફ્રેશ, આ રીતે કરવા સ્ટોર


આ ફેસપેક લગાડવાથી ચહેરા પર આવશે હિરોઈન જેવો ગ્લો, 4 વસ્તુઓ સાથે ઘરે જ કરો તૈયાર


Dark Circles દુર થશે 15 દિવસમાં જ, અઠવાડિયામાં 2 વખત આંખ નીચે લગાડો આ વસ્તુ


ડુંગળીનો રસ


સફેદ વાળને ઓછા કરવા માટે ડુંગળીનો રસ ખૂબ જ ફાયદાકારક છે તેનાથી હેર ગ્રોથ પણ વધે છે. તેના માટે ડુંગળીનો રસ કાઢી તેમાં ઓલિવ ઓઇલ અને લીંબુ મિક્સ કરીને વાળમાં લગાડી મસાજ કરો. તેનો ઉપયોગ કરવાથી વાળ મજબૂત થશે અને સફેદ વાળ ઓછા થવા લાગશે.


કાળી ચા


ચા નો ઉપયોગ કરીને પણ તમે વાળને નેચરલી કાળા કરી શકો છો. તેના માટે એક વાટકી પાણી ઉકાળો તેમાં બે ચમચી ચા ઉમેરો અને એક ચમચી મીઠું ઉમેરો. આ મિશ્રણને ગાળી લો અને ઠંડુ થયા પછી વાળમાં લગાડો.


રુ જેવી સોફ્ટ ફુલકા રોટી બનાવવા આ ટ્રીકથી બાંધો લોટ, ઠંડી રોટલી પણ ખવાશે હોંશે હોંશે


શિયાળામાં વધી જતી ત્વચાની ડ્રાયનેસને દુર કરવા આ 3 રીતે ઉપયોગ કરો ગ્લિસરીનનો


નાળિયેરનું તેલ અને લીંબુનો રસ


નાળિયેરના તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં લગાડવાથી વાળ મજબૂત બને છે અને સાથે જ સફેદ વાળની સમસ્યા પણ ઓછી થવા લાગે છે.


આદુ અને મધ


વાળને કાળા કરવા માટે મધ અને આદુનું કોમ્બિનેશન પણ અસરકારક છે. તેના માટે આદુને ખમણીને તેનો રસ કાઢી લો અને તેમાં મધ મિક્સ કરી વાળમાં લગાડવો. તમે આદુની પેસ્ટ નો પણ ઉપયોગ કરી શકો છો. 30 મિનિટ સુધી તેને વાળમાં રહેવા દો અને પછી ઠંડા પાણીથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં બે વખત આ ઉપાય કરશો તો સફેદ વાળની સમસ્યા ધીરે ધીરે દૂર થઈ જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)