શું તમારે પણ જોઇએ ઓફિસમાંથી એક દિવસની રજા? જાણો 10 જાણિતા બહાના
ઓફિસમાંથી એક દિવસની રજા લેવી એક પડકાર જ છે. તમને પહેલાંથી જ ખબર હોય છે કે બોસ રજા આપશે નહી, પરંતુ કામ ટાળવું પણ મુશ્કેલ હોય છે. પછી બીજો મોટો પડકાર છે રજાનું બહાનું. ખોટા બહાનાથી ડર લાગે છે કે ક્યાંક સાચું ન થઇ જાય. અને સાચુ કહી તો રજા કેન્સલ થવાના ચાન્સ હોય છે.
ઓફિસમાંથી એક દિવસની રજા લેવી એક પડકાર જ છે. તમને પહેલાંથી જ ખબર હોય છે કે બોસ રજા આપશે નહી, પરંતુ કામ ટાળવું પણ મુશ્કેલ હોય છે. પછી બીજો મોટો પડકાર છે રજાનું બહાનું. ખોટા બહાનાથી ડર લાગે છે કે ક્યાંક સાચું ન થઇ જાય. અને સાચુ કહી તો રજા કેન્સલ થવાના ચાન્સ હોય છે.
1. મને અચાનક તાવ આવી ગયો છે (ઝાડ પણ એક ઓપ્શન છે)
તાવ આવવો અને ઝાડા થવા આ યાદીમાં સૌથી ઉપર છે. મોટાભાગના લોકો રજા માટે આ બહાનાનો ઉપયોગ કરે છે.
2. ફેમલી મેમ્બરનું મોત થઇ ગયું છે (ભલે મેંબર પહેલાં ગુજરી ચૂક્યો હોય)
પરિવારના કોઇ સભ્યનું બહાનું તો ઠીક છે. પરંતુ સમસ્યા એ છે કે તમને યાદ રહેવું જોઇએ ગતવખતે તમે કો સભ્યના મોત પર રજા લીધી હતી. પોપ્યુલર થતાં જ અ બહાનું સૌથી વધુ કંફ્યૂજિંગ પણ હોય છે. દાદા-નાની જેવા સભ્યોનું તો ખાસ ધ્યાન રાખો.
3. ઇંજેક્શન લગાવતાં તાવ થઇ ગયો
આ થોડું કોમ્પ્લિકેટેડ બહાનું છે પરંતુ તેનો ઉપયોગ પણ ખૂબ થાયા છે.
4. ઘરે કોઇ નથી અને મમ્મીની તબિયત ખરાબ છે (મનમાં મમ્મીની સારી તબિયત માટે દુવા પણ)
મા શબ્દ આમ તો ભારતમાં ઇમોશન છે. પરંતુ મોટાભાગના કર્મચારીઓ એકાદ રજા માતાની તબિયતનો ઉપયોગ કરીને જરૂર લે છે.
3. મારી દાદીમા ગામડે ગુજરી ગયા, મારે તાત્કાલિક જવું પડશે
આ બહાનું મોટાભાગે સાંજે અથવા રાત્રે જ જણાવવામાં આવે છે. બોસ આ ઇમોશન મામલે કંઇપણ બોલી શકતો નથી અને તમે ચૂપચાપ રજા પણ લઇ લો છો. બસ એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે બોસનો કોલ આવે તો રોમિંગવાળો કોલ લાગે. નહીતર ખૈર નથી.
6. ઓફિસ જતી વખતે અચાનક સીડીથી પડી ગયો
આ એક્સક્યૂઝ તો ત્રણ-ચાર મહિનામાં જ આવે છે. બોસ ફક્ત આરામ કરો કહેવા સિવાય કંઇ બોલી શકતા નથી.
7. રસ્તામાં બાઇક/કાર ખરાબ થઇ ગયું
તમે આ વાળુ તો ચોક્કસ બનાવ્યું હશે. તમે ઓફિસમાં જતા લેટ થઇ જાવ છો અને પછી ઘરેથી બહાર (બેકગ્રાઉન્ડમાં થોડા ટ્રાફીકના અવાજ સાથે) જઇને બોસને કોલ કરો છો કે ગાડી ખરાબ થઇ ગઇ છે. જોકે તેમાં વર્ક ફ્રોમ હોમ મળવાનો ખતરો રહે છે.
8. ક્લાઇન્ટ સાથે છું, મોટી ડીલની આશા
કોર્પોરેટ કંપનીઓમાં કામ કરનાર દરેક માણસ આ બહાને માર્યા વિના રહી શકતો નથી. બોસને ફક્ત મેસેજ કરી દો કે આજે સીધો ક્લાઇન્ટને મળવા જઇ રહ્યો છું. એક મોટી ડીલ મળવાની આશા છે. એ વાત અલગ છે કે ડીલ પણ બિઝનેસમાં કંવર્ટ થઇ શકતી નથી.
9. મારા મિત્રના લગ્ન છે
મિત્રના લગ્ન પણ પોપુલર બહાનામાંનું એક છે.
10. મારી ટ્રેન લેટ થઇ ગઇ છે
સોમવારે સૌથી વધુ રજા લેવાનું આ બહાનું પોતાનો જીવ બચાવે છે.